ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ટોલ પ્લાઝાનું સર્વર ઠપ થતાં 4 કિમી સુધી વાહનોની લાઈનો લાગી
સુરેન્દ્રનગર, 12 જાન્યુઆરી 2026: કચ્છ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર ધ્રાંગધ્રા નજીક સોલડી ટોલ પ્લાઝા પર અચાનક ટેકનિકલ ખામી સર્જાતા અને સર્વર ઠપ્પ થઈ જતા ટોલપ્લાઝાના બેરીકેટ ખૂલી શક્યા નહતા. તેના કારણે હાઈવે પર 4 કિમી સુધી લાંબી લાઈનો લાગી હતી. ટોલપ્લાઝા પર સર્વર ઠપ થાય ત્યારે વાહનોને પસાર કરવાની કોઈ જ વ્યવસ્થા નથી. […]


