1. Home
  2. Tag "Tourists"

લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 3 મહિનામાં 22990 પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગયા વર્ષે 3 મહિનામાં 11074 પ્રવાસીઓ ગયા હતા લક્ષદ્વીપ જતી ફ્લાઈટ સેવાઓમાં થયો વધારો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટનને નવી પાંખો મળી છે. PMની ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની વિનંતીની અસર હવે દેખાઈ રહી છે. સરકારી ડેટા અનુસાર, ભારતીય ટાપુ પર જનારા મુસાફરોની સંખ્યા આ વર્ષે એપ્રિલ-જૂનમાં બમણી થઈને […]

જન્માષ્ટમીની રજાઓમાં પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઊભરાશે, બુકિંગ માટે ધસારો

ગોવા સહિતના બીચ તેમજ હિલ સ્ટેશન જવાનો પ્રવાસીઓમાં ક્રેઝ, ટ્રાવેલ્સ એજન્સીઓએ ટૂર પેકેજ જાહેર કર્યા, ગુજરાતીઓ સૌથી વધુ ફરવાના શોખીન અમદાવાદઃ વાર-તહેવાર અને જાહેર રજાઓમાં ગુજરાતીઓ ફરવા માટેનો અગાઉથી પ્લાન બનાવી દેતા હોય છે. દેશમાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના લોકો હરવા-ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. જન્માષ્ટમીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે 5 […]

પ્રવાસીઓ માટે સૌથી અસુરક્ષિત શહેરમાં પાકિસ્તાનનું કરાચી અને બાંગ્લાદેશના ઢાકાનો સમાવેશ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ઘણા આતંકવાદી સંગઠનોનો ગઢ રહ્યો છે. પેશાવરથી ક્વેટા સુધી દરરોજ આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલુ પાકિસ્તાન ઈચ્છે છે કે પ્રવાસીઓ તેમના દેશ આવે, જેથી વિદેશી આવક થાય, પરંતુ એક અહેવાલે તેની આશાઓ પર પાણી ફરીવી નાખ્યું છે. હકીકતમાં, રિપોર્ટમાં કરાચીને પ્રવાસીઓ માટે બીજા નંબરનું સૌથી જોખમી શહેર […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયાં

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે ફ્લાઈટ સેવાને માઠી અસર પહોચી છે. જેને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ તેમના મુસાફરો માટે માર્ગદર્શીકા જાહેર કરી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ મુસાફરોને  પડતી મુશ્કેલઓ અને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ પર જાણી લેવાની સલાહ આપી છે. ઈન્ડિગોએ એક માર્ગદર્શીકા જાહેર […]

શ્રીલંકાની આર્થિક સ્થિતિમાં સુધારો, છ મહિનામાં 9 લાખ પ્રવાસીઓ આવ્યાં

નવી દિલ્હીઃ બે વર્ષના ગંભીર આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાનો સામનો કર્યા બાદ શ્રીલંકાની અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે. દેશમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યા આનો સંકેત છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આ અઠવાડિયે જાહેરમાં સ્વીકાર્યું છે કે, ભારત તરફથી મળેલી આર્થિક મદદને કારણે શ્રીલંકા બે વર્ષના સંકટમાંથી બહાર આવવાના માર્ગ પર છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા […]

પોઇચા ખાતે નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા

નર્મદા નદીમાં ડુબેલા 8 વ્યક્તિઓમાં 3 બાળકોનો સમાવેશ સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવ્યો અન્ય સાત વ્યક્તિઓની યુદ્ધના ધોરણે શોધખોળ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને દરિયામાં ડુબવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. બે દિવસ પહેલા દાંડીના દરિયામાં છ વ્યક્તિ ડુબ્યાં હતા. જ્યારે વડોદરામાં કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોના ડૂબી જવાની ઘટના બની હતી. […]

હિમાચલના આ 5 સ્થળોની એકવાર મુલાકાત લેશો તો વારંવાર જવાની થશે ઈચ્છા

હિમાચલ પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીંના પહાડો, ખીણો અને લીલીછમ જગ્યાઓ દરેકને મોહિત કરે છે. પરંતુ હિમાચલમાં એવી કેટલીક જગ્યાઓ છે જે પ્રવાસીઓની ભીડથી દૂર છે અને અહીં કુદરતી સુંદરતા જોવા મળે છે. ચાલો જાણીએ હિમાચલના આવા 5 ઓફબીટ સ્થળો વિશે જે તમારા હૃદયને સ્પર્શી જશે. ચિતકુલઃ આ ગામ બાસ્પા નદીના કિનારે […]

કેવડિયામાં કેસૂડાનો વૈભવ પ્રવાસીઓ 10મી માર્ચથી માણી શકશે

અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા ઉમટશે, ત્યારે આ વખતે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું પણ કેવડિયા ખાતે જોવા મળશે. જાણકારી મુજબ આગામી 10મી માર્ચથી કેસૂડા ટ્રેઈલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કેસૂડાથી ભરપૂર વિસ્તારોની મુલાકાત કરાવતી વિશેષ સેવા શરુ થશે, તેના માટે […]

ગીર અભયારણ્યમાં એક વર્ષમાં 1.93 લાખ પ્રવાસીઓએ કર્યાં સિંહદર્શન

ગાંધીનગરઃ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીમુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય […]

અયોધ્યામાં દર વર્ષે પાંચ કરોડથી વધારે પ્રવાસીઓ આવવાની આશા

નવી દિલ્હીઃ અમેરિકાની ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે, ભારતની પર્યટન ક્ષમતા પર વિશેષ નોંધમાં જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન એ એક મોટી ધાર્મિક ઘટના છે. તે મોટી આર્થિક અસર સાથે પણ આવે છે કારણ કે ભારતને એક નવું પ્રવાસન સ્થળ મળે છે જે દર વર્ષે પાંચ કરોડથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code