1. Home
  2. Tag "traffic jam"

મુંબઈના ધોળા બંદર નજીક નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ, વિદેશ જતાં ગુજરાતી પરિવારો ફસાયા

મુંબઈ: દેશમાં વાહનોની વધતી જતી સંખ્યાને કારણે હવે તો નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી 24 કલાક વ્યસ્ત ગણાતા  નેશલન હાઈવે 48 પર મુંબઈના ઘોળબંદર પાસે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામ રાતના બે વાગ્યાથી થયો હતો. જેમાં અનેક લોકો ફસાયા હતા. કેટલાક એવા પ્રવાસીએ હતા જે વાહનોમાં […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક સર્જાયો 3 કિમી લાંબો ટ્રાફિક જામ

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો નેશનલ હાઈવે સતત 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. દેશનો સૌથી વ્યસ્ત હાઈવે ગણાય છે. ત્યારે આ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ અવાર-નવાર જોવા મળી રહ્યા છે. વડોદરા નજીક બુધવારે સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ભારે ટ્રાફિકજામમાં મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાઇ ગયા હતા. હાઇવે પરના બ્રિજ સાંકડા હોવાથી સમસ્યા […]

અમદાવાદના શાસ્ત્રીબ્રિજની મરામત માટે એક તરફનો રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો

અમદાવાદઃ  શહેરના સરખેજથી વિશાલા થઈને નારોલ તરફ જતાં હાઈવે પર શાસ્ત્રીબ્રિજના સમારકામ માટે હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે ટ્રાફિકના નિયમન માટે પોલીસની હાજરી જોવા મળતી નથી. અમદાવાદ શહેરના નારોલ-વિશાલા-સરખેજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર શાસ્ત્રી બ્રિજ  સમારકામ માટે એક […]

વઢવાણના ગણપતિ ફાટસરના ચાર રસ્તા પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને જોરાવરનગર ટ્વિનસિટી તરીકે ઓળખાય છે. છેલ્લા વર્ષોમાં શહેરના વિકાસ સાથે વસતી અને વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પર દિવસે દિવસે વાહનોની અવરજવર વધી રહી છે. ત્યારે આ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો […]

ભાવનગરમાં રેલવે ફાટક પર ટ્રેન આવતી હતી ત્યારે જ ટ્રાફિક જામ થતા અકસ્માત સર્જાતા રહી ગયો

ભાવનગરઃ શહેરમાં કૂભારવાડા રેલવે ફાટક ટ્રાફિક માટે માથાના દુઃખાવારૂપ બની ગયું છે. આ ફાટક પર ટ્રાફિક ખૂબ જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રેન આવતી હોય તે પહેલા ફાટક બંધ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. કારણ કે એક મિનિટ રોકાવવા પણ વાહનચાલકો તૈયાર નથી હોતા. એટલે વાહનોનો અવિરત પ્રવાહ ચાલું રહેતો હોવાથી ફાટક બંધ […]

વડોદરાના વુડા સર્કલ નજીક ટ્રાફિકજામની વિકટ સમસ્યા, તંત્ર નિષ્ક્રિય, વાહન ચાલકો પરેશાન

વડોદરાઃ શહેરમાં રોજબરોજ વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના લીધે ટ્રાફિકના પ્રશ્નો માથાના  દુઃખાવારૂપ બનતા જાય છે. શહેરના એરપોર્ટથી જુના પાદરા રોડના છેવાડા સુધી  સરળતાથી વાહન પરિવહન કરી શકાય તે માટે પહોળા બનાવેલા રોડ પર માત્ર વુડા સર્કલ પર ટ્રાફિક ચક્કાજામ જોવા મળી રહ્યો છે.  વુડા સર્કલ પરના નડતરરૂપ દબાણો દુર […]

ડીસામાં ગાંધી ચોકથી લઈને મુખ્ય માર્ગો પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યાથી લોકો પરેશાન

ડીસાઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. કારણ કે, વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. બનાસકાંઠાના ડીસામાં પણ ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. શહેરના ગાંધીચોક, રીસાલા બજારમાં ટ્રાફિકની જટીલ સમસ્યાથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે અને દિવસે ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી વાહનચાલકો અને રાહદારીઓની માગ ઉઠી […]

કચ્છના સુરબારી નજીક હાઈવે પર ટ્રક પલટી જતાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ભૂજઃ કચ્છ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે. તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટને લીધે હાઈવે પર ગીચ ટ્રાફિક જોવા મળતો હોય છે. મોરબીથી સુરજબારીનો હાઈવે પર તો 24 કલાક વાહવોની લાઈનો જોવા મળતી હોય છે. દરમિયાન ગત રાત્રિના 2 વાગ્યે એક ટ્રેઈલર રોંગ સાઈડમાં આવી ગયુ હતું જેના કારણે ચોખા ભરીને મોરબીથી કચ્છ તરફ આવતી ટ્રક […]

ડીસામાં વારંવાર ટ્રાફિક જામની વિકટ સમસ્યા, વાહનચાલકો પરેશાન, પોલીસ નિષ્ક્રિય

પાલનપુરઃ બનાસકાંઠાના વેપારથી ધમધમતા એવા ડીસા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. જેમાં શહેરના સાંઈબાબા મંદિર નજીકના રોડ પર તો ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ છે. આ રોડ પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ડીસા શહેરમાં દિવાળીના સમયે જ હાર્દ સમા એવા સાંઈબાબા […]

અગ્નિપથ યોજનાના વિરોધમાં દિલ્હી કૂચની જાહેરાતને પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

નવી દિલ્હીઃ સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણી સંસ્થાઓએ ભારત બંધનું એલાન કર્યું હતું. બંધનું એલાન કરનારા કેટલાક સંગઠનોએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસ આ અંગે સતર્ક બની હતી અને રાજધાનીના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેથી સવારથી ધીમો પડેલો વાહન વ્યવહાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code