1. Home
  2. Tag "traffice"

ભારતઃ હાઇવે પર ગતિ મર્યાદાની અંદર વાહન ન ચલાવવા બદલ દંડની જોગવાઈ

નવી દિલ્હીઃ મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 112ના સંદર્ભમાં મંત્રાલયે 6 એપ્રિલ, 2018ના નોટિફિકેશન એસ.ઓ. 1522 (ઇ) દ્વારા ભારતમાં વિવિધ માર્ગો પર દોડતા મોટર વાહનોના વિવિધ વર્ગોના સંદર્ભમાં મહત્તમ ગતિ મર્યાદા નક્કી કરી છે. મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 183માં વધુ પડતી ઝડપે વાહન હંકારવા બદલ દંડની જોગવાઈઓ સામેલ છે. તેમ લોકસભામાં એક લેખિત જવાબમાં […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં

શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ બાદ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેર અને […]

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લેવાયો મહત્વનો નિર્ણય, રસ્તા ઉપરની શાકની લારીઓ દૂર કરાશે

નાના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પડાશે મનપાની સ્ટેડિંગ કમિટીની બેઠકમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચર્ચા અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વિકટ સમસ્યાનો નિરાકરણ માટે રાજ્ય સરકાર, એએમસી અને પોલીસ દ્વારા સઘન કામગીરી […]

અમદાવાદઃ HSRP નંબર પ્લેટ વગર અને રોંગ સાઈડ વાહન હંકારનાર સામે થશે કાર્યવાહી

ટ્રાફિક પોલીસે શરૂ કરી સ્પેશિયલ ડ્રાઈવ તા. 11મી મે સુધી ચાલશે આ મેગા ડ્રાઈવ નિયમ ભંગ કરનાર સામે થશે દંડાત્મક કાર્યવાહી અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકોની સામે ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસે એચએસઆરપી નંબર પ્લેટને લઈને સ્પેશ્યિલ ડ્રાઇવની શરૂઆત કરી છે. આ ઉપરાંત રોંગ […]

ટુ-વ્હીલર ઉપર સવાર ચાર વર્ષથી વધુની ઉંમરના બાળકોને લઈને લેવાયો આ નિર્ણય

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હવે ટુ વ્હીલર ચાલકો માટે એક નવો નિયમ લઈને આવ્યું છે. જેમાં ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટુ-વ્હીલર પર લઈ જવા માટે નવા સુરક્ષા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમમાં ટુ-વ્હીલર ચાલકોએ બાળકો માટે હેલ્મેટ અને હાર્નેસ બેલ્ટનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે અને વાહનની સ્પીડને માત્ર […]

ભરૂચમાં હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દુર કરવા માટે ઊભેણ પાસે પુલ બનાવાશે

કેબિનેટ બેઠકમાં સુરત ગેસકાંડની ગંભીર નોંધ લેવાઈ અધિકારીઓને આવા બનાવો અટકાવવા સૂચના અપાઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવાશે અમદાવાદઃ ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. તેમ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર ભરૂચ પાસે ટ્રફિકની […]

અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા વાહન ચાલકો ઈ-મેમોને પણ ગણકારતા નથી, 90 ટકા લોકો દંડ ભરતા નથી

અમદાવાદઃ શહેરમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સાથે જ ટ્રાફિક ભંગના ગુનાઓ પણ વધી રહ્યા છે. શહેરના મોટાભાગના ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. અને જેમાં બેરોકટોક ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકોને દંડનો ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ ઈ-મેમો મળ્યા છતાં ઘણા વાહનચાલકો કે વાહનના માલિકો દંડ ભરતા નથી. અમદાવાદ શહેરમાં ટ્રાફિકના […]

અમદાવાદમાં હવે ક્રેડિટ, ડેબિટ કાર્ડથી પણ ટ્રાફિક ભંગનો દંડ વસૂલાશે

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકનું નિયમન બરાબર જળવાય રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે, લોકો ટ્રાફિકના કાયદાનું પાલન કરતા થાય તે માટે ઈ-માધ્યમથી પણ દંડ વસુલવામાં આવશે. જેમાં આવતી કાલ તા. 30 જુલાઈ 2021થી અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને પણ વાહનચાલક પાસેથી સ્થળ પરથી દંડ વસૂલવાનું શરૂ કરશે. આ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 150 […]

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી હવે સ્થળ પર જ ઓનલાઈન દંડ વસુલાશે

અમદાવાદઃ રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું લાવન નહીં કરનારા વાહન ચાલકોને સ્થળ ઉપર ચલણ આપી તથા ઈ-મેમો આપીને દંડ વસુલવામાં આવે છે. તેમજ કેટલાક પોલીસ કર્મચારીઓ દંડની જગ્યાએ નાણા ઉઘરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવે છે. જો કે, પોલીસે પીઓએસ મશીનો વસાવ્યાં છે. જેથી કોઈ પણ રસીદ અથવા ઈ-મેમોને બદલે વાહન ચાલકો પાસેથી ઓનલાઇન દંડ વસુલવામાં આવશે. સુરત, […]

અમદાવાદમાં ટુ-વ્હીલર ચાલકો 60 km/h થી વધુની ઝડપથી વાહન નહીં હંકારી શકે

અમદાવાદઃ શહેરમાં વાહનો વધવાની સાથે અનેક લોકો સ્પીડમાં વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો સામે આવે છે. જો કે, હવે શહેરમાં ટુ-વ્હીલર ચાલકો 60 કિમી અને ફોર વ્હીલર ચાલકો 40 કિમીની વધુની ઝડપથી વાહન નહીં હંકારી શકે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરાનામુ બહાર પાડ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પીડ લિમિટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code