1. Home
  2. Tag "tripura"

છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે રાજ્યમાં શાંતિ લાવવા માટે ત્રિપુરામાં ત્રણ કરાર કર્યા

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ મારફતે ત્રિપુરા સરકારમાં 2800થી વધારે નિમણૂક પત્રોનાં વિતરણ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, પહેલા ત્રિપુરામાં માત્ર એક જ પાર્ટીના કાર્યકર્તાઓને નોકરી મળતી હતી. આજે ત્રિપુરા સરકાર કોઈ પણ જાતના ભેદભાવ, ભલામણ કે ભ્રષ્ટાચાર વગર સંપૂર્ણ […]

દેશ અને ત્રિપુરા ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશેઃ સીએમ માણિક સાહા

નવી દિલ્હીઃ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે દેશ અને રાજ્ય ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશે. તેમણે યુવાનોને દેશ અને રાજ્યની વાસ્તવિક સંપત્તિ ગણાવી હતી. તેઓએ ગઈકાલે અગરતલાના પ્રજ્ઞા ભવનમાં ત્રિપુરા સ્ટાર્ટઅપ પોલિસી-2024 લોન્ચ કરી હતી. આ પ્રસંગે શ્રીસાહાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા યુવાનોની શક્તિ, નવીનતા અને આત્મનિર્ભરતા પર ભાર […]

મણિપુર અને ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ મંગળવારે મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્રિપુરા, મણિપુર અને મેઘાલયને 21 જાન્યુઆરી, 1972ના રોજ ઉત્તર-પૂર્વીય વિસ્તારો (પુનઃસંગઠન) અધિનિયમ, 1971 હેઠળ રાજ્યનો દરજ્જો મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં લખ્યું, “મેઘાલય, ત્રિપુરા અને […]

બાંગ્લાદેશ પર ત્રિપુરાનું રૂ. 200 કરોડનું વિજબીલ બાકી, વિજ સપ્લાય બંધ કરાશે

બાંગ્લાદેશ પર ત્રિપુરાનું 200 કરોડ રૂપિયાનું વીજળી બિલ બાકી છે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે પાડોશી દેશને વીજ પુરવઠો બંધ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રિપુરા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, NTPC ઇલેક્ટ્રિસિટી ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા, પાડોશી દેશને 60-70 મેગાવોટ વીજળી સપ્લાય કરે છે. આ માટે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ […]

માતા ત્રિપુરા સુંદરીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ત્રિપુરાના ધલાઈમાં રૂ. 668 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહે ધલાઈમાં બ્રુ સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને તેમના ઘરે પણ જઈને તેમને મળ્યા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અગાઉની સરકારમાં ત્રિપુરામાં માત્ર 2.5% લોકોને પીવાનું પાણી મળતું […]

ત્રિપુરામાં હોટલ માલિકોનો મોટો નિર્ણય, બાંગ્લાદેશી નાગરિકોના હોટલમાં રોકાવા પર પ્રતિબંધ

ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને ઘોષણા કરી કે બાંગ્લાદેશી નાગરિકોને રાજ્યની હોટલોમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માહિતી મુજબ, બાંગ્લાદેશમાં હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને ત્યાંના હિંદુ લઘુમતીઓ પર હુમલાના કારણે અગરતલામાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાઓ વચ્ચે બાંગ્લાદેશના આસિસ્ટન્ટ […]

ત્રિપુરાઃ ગેરકાયદે ઘુસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયાં

પોલીસે બાંગ્લાદેશીઓને મદદ કરનાર પાંચ શખ્સોને ઝડપી લીધા બાંગ્લાદેશ સંકટને પગલે સરહદ ઉપર સુરક્ષામાં કરાયો વધારો નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ દરમિયાન ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. હવે ત્રિપુરામાં પોલીસે 18 બાંગ્લાદેશી નાગરિકો અને તેમને મદદ કરવાના આરોપસર પાંચ ભારતીય નાગરિકોની […]

લોકસભા ચૂંટણીઃ બપોરના 3 કલાક સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 68.92 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 88 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં સૌથી વધારે ત્રિપુરામાં 68.92 ટકા મતદાન થયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં 43, પશ્ચિમ બંગાળમાં 60.60 ટકા, અસમમાં 60.32, ઉત્તરપ્રદેશમાં 44.13 ટકા, બિહારમાં 44.24 ટકા, છત્તીસગઢમાં 63.92 ટકા, જમ્મુમાં 57.76 ટકા, મધ્યપ્રદેશમાં 43 ટકા, કર્ણાટકમાં 60.93 ટકા, […]

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]

સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરતા ત્રિપુરાના અગરતલા ખાતે જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,આઝાદીના આટલા દાયકાઓ દરમિયાન, કોંગ્રેસના શાસન દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોની ક્ષમતા સાથે ન્યાય થયો નથી. અહીં સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી. પરંતુ આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code