1. Home
  2. Tag "TRUMP"

ખાલિસ્તાન સમર્થક કેનેડિયન નેતા જગમીતની ટ્રમ્પને યુદ્ધની ધમકી

કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ના નેતા અને ખાલિસ્તાન સમર્થક જગમીત સિંહે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર કડક ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં, જગમીત સિંહે ટ્રમ્પની “કેનેડાને અમેરિકામાં જોડવાની” યોજના પર તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું, “આપણો દેશ વેચાણ માટે નથી. હમણાં નહીં, ક્યારેય નહીં.” […]

ટ્રમ્પ અને પુતિન ટૂંક સમયમાં મળી શકે છે, રશિયન સરકારે અહેવાલો પર પ્રતિક્રિયા આપી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. દરમિયાન, ગુરુવારે, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત ગોઠવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે કહ્યું કે તેમણે પુતિનને જલ્દી મળવાની વાત કરી હતી, પરંતુ તેમણે આ […]

ટ્રમ્પ કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવા માગે છે, કેનેડાની સરકાર તાજેતરની પોસ્ટથી નારાજ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની તમામ શક્તિ સાથે કેનેડાની પાછળ પડ્યા છે. ટ્રમ્પે આર્થિક તાકાતના આધારે કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં કેનેડા અને અમેરિકાનો શેર કરેલ નકશો પોસ્ટ કર્યો અને તેને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા લખ્યો. ટ્રમ્પની આ પોસ્ટ પર કેનેડાના ઘણા નેતાઓએ ભારે નારાજગી […]

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં સમાધાન કરવા પુતિન તૈયાર

પુતિનના નિવેદનથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે કોઈપણ મુદ્દે વાતચીત કરવા તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં સમજૂતી કરવા તૈયાર છે. પત્રકારો સાથે વાત કરતા […]

ટેરિફ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી ગર્ભિત ચીમકી

ભારત જેટલો ટેક્સ લગાવશે, અમે પણ એટલો વસૂલ કરીશું,  આવી સીધી ધમકી મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ટ્રમ્પ હવે જેવા સાથે તેવા વલણ અપનાવવા લાગ્યા હોય તેવું સ્પષ્ટ થઇ ગયું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપતા કહ્યું છે કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે […]

ટ્રમ્પની કેબિનેટથી પાકિસ્તાનની રાતની ઊંઘ ઉડી, સેના અને આઈએસઆઈ ખાસ કરીને પરેશાન

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ પોતાના કેબિનેટના ઘણા સાથીઓને પસંદ કર્યા છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે મહત્વની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી છે. અમેરિકામાં જે ઉત્સાહ છે તેના કરતાં પાકિસ્તાનની સરકાર આ નિમણૂકોથી વધુ ઉદાસ અને ચિંતિત હોઈ શકે છે. તેનું કારણ એ છે કે ટ્રમ્પની કેબિનેટમાં મોટા ભાગના નેતાઓ એવા છે જેઓ પાકિસ્તાન […]

અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરનારાઓના દેશનિકાલ માટે ટ્રમ્પે તૈયાર કર્યો એક્શન પ્લાન

વર્ષ ૨૦૨૪ ની અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પે   ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ મુદ્દે કડક પગલા લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી અને હવે જયારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકોને  ભય છે કે તેમને ગમે ત્યારે અમેરિકાની સરકાર દેશનિકાલ કરાવી દેશે. ટ્રમ્પે […]

ટ્રમ્પ અને પુતિન વચ્ચે કોઈ વાતચીત થઈ જ નથી: રશિયા

નવી દિલ્હીઃ ડૉનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પોતાના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનેથી પ્રમુખ પુતિનને ફોન કર્યો હોવાના અહેવાલો તદ્દન ખોટા છે તેમ  ક્રેમલીને કહ્યું હતું, ક્રેમલીના પ્રવક્તા દિમિત્રી પેસકોવે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘આ તદ્દન ખોટી માહિતી છે.’ બીજી તરફ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારો પૈકીના અગ્રણી અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટે’ તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે, […]

અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના, ટ્રમ્પએ ચીન ઉપર કર્યાં આકરા પ્રહાર

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે ચીન સાથે સંઘર્ષની સ્થિતિમાં અમે તેમને હરાવીશું. તેમણે કહ્યું કે અમારી પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં અમેરિકા પ્રત્યે સન્માનના અભાવ વિશે બોલતા ટ્રમ્પે કહ્યું, ‘તેઓએ અહેવાલ જારી કર્યો છે કે જો અમે ચીન સાથે યુદ્ધમાં […]

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ટ્રમ્પની કેલિફોર્નિયા રેલી નજીકથી બંદૂકધારીની ધરપકડ

નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વધારે તેજ બની રહ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના હરિફ કમલા હેરિસ મતદારો સુધી પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન કેલિફોર્નિયાના કોચેલ્લામાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક બંદૂક, કારતુસ અને અનેક નકલી પાસપોર્ટ સાથે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર. શંકાસ્પદ, વેમ મિલર, 49, કાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code