1. Home
  2. Tag "two dead"

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં સવારે એક બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં ઈમારત ધરાશાયી […]

ગુજરાતમાં ગણતરીના કલાકોમાં રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેકથી બે વ્યકિતના મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટએટેકના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં ગણતરીના કલાકોમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયા હતા. રાજકોટમાં મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું હ્રદયરોગના હુમલામાં મૃત્યું થયું હતું. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]

ધોરાજીમાં મોહરમના તાજિયા વીજ લાઈનને અડી જતાં 26 લોકોને લાગ્યો વીજળી કરંટ, બેનાં મોત

રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમના તાજીયા જુલુસનું આયોજન કરાયું હતું ત્યારે શહેરના રસુલપરામાં તાજિયાના જુલૂસમાં તાજિયા વીજલાઈન સાથે અડી જતાં 26 લોકોને વીજકરંટ લાગ્યો હતો, જેમાં દાઝેલા 26 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 24 લોકોમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય […]

વડોદરા નજીક પદમલા બ્રિજ પર ટેન્કર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત, પાંચને ઈજા

વડોદરાઃ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક અકસ્માત વડોદરા નજીક સર્જાયો હતો. જેમાં શહેર નજીક પદમલા બ્રિજ પાસે રિક્ષા અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક માસૂમ બાળકી સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી […]

રાજકોટના માધાપર ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈકસવાર બેના મોત

રાજકોટઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં માધાપર ચોકડી નજીક ગોવધુ એક અકસ્માત સર્જાયો હતો. માધાપુર ચોકડી નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક પર સવાર બે વ્યક્તિઓ ફૂટબોલની માફક ફંગોળાયા હતા. એમાં એક ભાઈનું તો ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બીજાએ સારવાર દરમિયાન જીવ ગુમાવતાં એક જ પરિવારમાં બેના મોતથી  કલ્પાંત […]

સુરતમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત, કારના પતરા કાપીને ઘવાયેલાઓને બહાર કઢાયા

સુરતઃ શહેરના નવા રિંગ રોડ પર સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ નજીક પૂર ઝડપે આવેલી બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેયો હતો. અકસ્માતના બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. દરમિયાન આ અકસ્માતના […]

ભાવનગરના વલ્લભીપુર નજીક બોલેરો પીકઅપ પલટી ખાતા બે વ્યક્તિના મોત, 15ને ઈજા

ભાવનગરઃ ગોહિલવાડમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. પૂરઝડપે વાહન ચલાવવાને લીધે તેમજ ઓવરટેક કરવાની ઉતાવળમાં અકસ્માતો વધુ સર્જાતા હોય છે. ત્યારે વલ્લભીપુર નજીક આવેલ પાટણા ગામ નજીક બોલેરો પીકઅપ પલટી ખાઈ જતાં બોટાદ જિલ્લાના સુંદરિયાણા ગામના બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 15 થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા થતાં તમામને 108 એમ્બ્યુલન્સ મારફત […]

અમીરગઢ પાસે પૂરફાટ ઝડપે આવેલી કાર ટ્રેલરની પાછળ ઘૂંસી જતાં બેનાં મોત, બેને ઈજા

પાલનપુરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને પૂરફાટ ઝડપે દોડતા વાહનો ઓવરટેક કરતી વખતે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત બનાસકાંઠાના અમીરગઢ નજીક સર્જાયો હતો. જેમાં ટ્રેલર પાછળ પૂરફાટ ઝડપે આવેલી કાર ઘૂંસી જતાં કારમાં પ્રવાસ કરી રહેલા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે […]

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ નજીક જેસીબીએ બાઈકને ટક્કર મારતાં બેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં કઠલાલ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો.કઠલાલ નજીક ફાગવેલ પાસે નંબર વિનાના જેસીબીએ બાઈકને ટક્કર મારતા બાઈકસાવર બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં જ કઠલાલ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ કઠલાલ પંથકમાં ગતરોજ નંબર વગરના ડમ્પરે અકસ્માત સર્જી બે […]

પાટડીના માલવણ હાઈવે પર ટ્રક – ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત, 15ને ઈજા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડીના માલવણ હાઈવે પર અખિયાણા ગામ નજીક મજૂરો ભરીને ખેતરે જઈ રહેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર આખેઆખી ટ્રક ચડી જતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જ્યારે ટ્રેક્ટરમાં સવાર 15 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code