1. Home
  2. Tag "ukraine"

યુક્રેનના 15 શહેરોમાં હવાઈહુમલા થવાની શકયતાને પગલે એલર્ટ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે આઠમો દિવસ છે. સવારથી જ કીવ અને ખારકીવ ઉપર રશિયા દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન યુક્રેનના 15 શહેરોમાં હલાઈ હુમલા એલર્ટ અપાયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ રશિયન સૈનિકોને ચેતવણી આપીને ઝડપથી યુક્રેન છોડવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે, હું […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ રશિયન સેના યુક્રેનમાં ખતરનાક રીતે તબાહી મચાવી રહી છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા અન્ય દેશોના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. હવે ભારતમાં પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો અને ભારતીય વિદ્યાર્થીઓને વહેલી તકે બહાર કાઢવાની માંગ કરાઈ છે. આ […]

યુક્રેનની રાજધાની કીવ અને ખારદીવમાં ભારે બોમ્બમારીને પગલે ચારેય તરફ તબાહી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વધારે ગંભીર પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે અને આજે આઠમા દિવસે પણ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ શહેરમાં હુમલા ચાલી રહ્યાં છે. યુદ્ધમાં આ બંને શહેરમાં ચારેય-તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બંને શહેરોના અનેક રહેણાંક વિસ્તાર અને હોસ્પિટલો ઉપર બોમ્બથી હુમલા કરવામાં આવી રહ્યાં […]

યુક્રેનમાં બીજા ભારતીય વિદ્યાર્થીનું મોત,બ્રેઈન સ્ટ્રોકના કારણે થયું મૃત્યુ  

યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત બીમારીના કારણે થયું મૃત્યુ પંજાબનો રહેવાસી હતો યુવાન દિલ્હી:યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા મૂળ પંજાબના વિદ્યાર્થી ચંદન જિંદાલનું યુક્રેનમાં બ્રેઈન સ્ટ્રોકના કારણે મોત થયું છે. મળતી માહિતી મુજબ ચંદન 2 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતો.અને તેને વધુ સારવારની જરૂર હતી પરંતુ યુક્રેન અને રશિયાના […]

ભારતની વધેલીને શક્તિને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા સક્ષમઃ PM મોદી

લખનૌઃ ભારતની વધતી શક્તિને કારણે અમે યુક્રેનમાં ફસાયેલા અમારા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સક્ષમ છીએ. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનભદ્રમાં વિશાળ રેલીને સંબોધી હતી ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન […]

યુએસ યુક્રેનની લડાઈમાં જોડાશે નહીં, પરંતુ નાટો પ્રદેશોનું રક્ષણ કરશે: બાઈડન

નવી દિલ્હીઃ જો બિડેન એ કહ્યું કે, રશિયન આક્રમણ સામે યુક્રેનને અમેરિકા તરફથી બચાવમાં અમેરિકા નાટોના આવતા સભ્યનો જ બચાવ કરશે. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ, જો બિડેને, બુધવાર, 2 માર્ચે, યુક્રેનને તેમના સમર્થનને વધુ મજબૂત બનાવ્યું પરંતુ કહ્યું કે યુએસ રશિયા સામેની લડાઈમાં સામેલ થશે નહીં. જોકે, તેમણે કહ્યું હતું કે તેમનો દેશ તેના સહયોગીઓ સાથે […]

ભારતે સમર્થન નહીં આપતા યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે અયોગ્ય વર્તનઃ રશિયન રાજકીય નેતા

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાના હુમલાને ભારતીય મૂળના રશિયન ધારાસભ્ય ડો. અભયકુમાર સિંહએ યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સૈન્ય કાર્યવાહી યોગ્ય છે કેમ કે યુક્રેનને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. તેમણે યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે થઈ રહેલા અયોગ્ય વર્તનને લઈને કહ્યું હતું કે, ભારતે યુક્રેનને મદદ નહીં કરતા ભારતીયો સાથે અયોગ્ય વર્તન […]

યુક્રેનની રાજધાની કિવમાં કોઈ ભારતીય નહીં હોવાનો દાવો

રશિયાએ યુક્રેનના કેટલાક શહેરો પર આક્રમણ કિવના રહેવાસીઓને તેમના ઘર છોડીને થયા પલાયન નવી દિલ્હી: ભારતે છેલ્લા 24 કલાકમાં યુક્રેનમાંથી 1,377 નાગરિકોને બહાર કાઢ્યા છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ હવે ભારત માટે રવાના થઈ છે, જેમાં પોલેન્ડની પ્રથમ ફ્લાઈટ્સનો પણ સમાવેશ […]

યુક્રેનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓનો સામાન લૂંટી લેતા હોવાની ફરિયાદો

નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને પરત સહીસલામત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુક્રેનના પડોશી દેશની સરહદો ઉપર મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઉમટી પડ્યાં છે. તેમને વિશેષ ફ્લાઈટ મારફતે પરત લાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઝપાઝપી કરીને લૂંટફાટ કરતા હોવાનું સામે આવ્યું છે. […]

યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ખાર્કિવમાં રશિયન સેનાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. તેમણે કહ્યું કે તે મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાર્કિવમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code