1. Home
  2. Tag "ukraine"

અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને લઈને અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર તાજેતરમાં થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત એટલી હદે વધી ગઈ છે કે સ્થિતિ પરમાણુ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. યુએસએ યુરોપમાં પરમાણુ હુમલો કરવા સક્ષમ B-52 બોમ્બર જેટ […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે- આ માટે 22 ફેબ્રુઆરીથી  એરઈન્ડિયા કરશે ફ્લાઈટ નું સંચાલન

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે 22 ફેબ્રુઆરીથી ખાસ વિમાન સેવા શરુ કરાશે દિલ્હી- રશિયા અને યુક્ન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે, વિશ્વભરમાં આ બન્ને દેશોની ભારે ચર્ચાઓ થી રહી છે આ સાથે જ રશિયા યુક્રેન પર ગમે ત્યારે ખતરનાક હુમલો કરવાના ફિરાકમાં છે જેને લઈને દરેક દેશના નાગરિકોને પરત લાવવાની કવાયત ટાલી રહી છે, ત્યારે […]

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ:કારની અંદર જોરદાર વિસ્ફોટ,ગેસ પાઈપલાઈનમાં આગ,યુદ્ધની આશંકા

કારની અંદર જોરદાર વિસ્ફોટ ગેસ પાઈપલાઈનમાં પણ લાગી આગ યુદ્ધની આશંકા વધી ! દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે.કોઈ હુમલો નહીં થાય તેવા દાવા ચોક્કસ કરવામાં આવી રહ્યા છે,પરંતુ જમીન પર સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે. હવે શુક્રવારે પૂર્વી યુક્રેનમાં એક કારની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે.આ ઘટના પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક […]

રશિયા-યુક્રેન વચ્ચે કૂટનીતિથી રસ્તો શોધવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે દુનિયાના વિવિધ દેશો ચિંતિત છે. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાને પગલે દુનિયાના દેશોની ચિંતા વધી છે. હાલ યુક્રેન બોર્ડર ઉપર સ્થિતિ ચિંતાપૂર્ણ બનેલી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, રશિયા તરફથી સાત હજાર વધારાના સૈનિકોને બોર્ડર ઉપર તૈનાત કરવામાં આવ્યાં છે. આમ બદલાતા સમીકરણો વચ્ચે ભારતે પહેલીવાર […]

રશિયાએ સરહદે સૈન્ય પાછું ખેંચવાની શરૂઆત કરી: રિપોર્ટ

રશિયા નરમ પડ્યું યુદ્ધ થવાની સંભાવના ઓછી થઈ રશિયાએ પોતાના સૈનિકોને પરત બોલાવ્યા દિલ્હી: આખરે 2 મહિના પછી યુક્રેન અને રશિયાનો વિવાદ ખત્મ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનશેન્કોવે કહ્યું કે યુક્રેન સરહદ નજીકના જિલ્લાઓમાં તહેનાત કેટલાક સૈનિકોને ટ્રેનો અને ટ્રકોમાં પાછા તેમની ચોકીઓમાં મોકલાયા છે. […]

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થાય, તો ભારત-યુક્રેન વચ્ચે થતા અબજો ડોલરના વેપારને નુક્સાન થઈ શકે

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ યુદ્ધની અણી પર બંન્ને દેશ ભારતના અબજો ડોલરના વેપારને જોખમ દિલ્હી:  આજના સમયમાં કોઈ પણ દેશને યુદ્ધ માફક આવે તેમ નથી. કોઈ પણ દેશ યુદ્ધના ખર્ચાને પહોંચી શકે તેમ નથી અને તેની પાછળનું કારણ છે વેપાર અને કરોડો રૂપિયાનું રોકાણ, હાલ રશિયા અને યુક્રેન વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે અને […]

યુક્રેનની સરહદ પાસે રશિયાના સૈન્ય દળોનો સેટાલાઈટ ફોટા સામે આવ્યાં

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન યુક્રેનની સરહદો પર મોટી સંખ્યામાં રશિયન સૈન્ય દળો હાજર હોવાની અટકળો વહેતી થઈ છે. હવે નવા સેટેલાઇટ ફોટા તેની પુષ્ટિ કરી રહ્યા છે જેમાં રશિયન બિલ્ડ-અપ જોઈ શકાય છે. તસવીરોમાં જોઈ શકાય છે કે 48 કલાકમાં યુક્રેન બોર્ડર પાસે સૈન્ય ગતિવિધિઓ વધી છે. રશિયાએ […]

રશિયાએ યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જવાનો તૈનાત કર્યા

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના વાદળ ઘેરાયેલા છે. યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જેટલા સૈનિકો તૈનાત કર્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રશિયાએ ટેંક, જંગી હથિયારો અને મિસાઈલ પણ તૈનાત કરવામાં આવ્યાં છે. રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણેય તરફથી ઘેરવામાં આવ્યું છે. દરમિયાન અમેરિકાએ જણાવ્યું હતું કે, 16મી ફેબ્રુઆરીએ યુક્રેન ઉપર હુમલો […]

રશિયા યુક્રેન પર હુમલો કરે તો તેની અસર ભારતને પણ થશે

રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ ભારતને પણ થઈ શકે છે અસર રશિયા અને યુક્રેન બોર્ડર પર માહોલ ગરમ અમદાવાદ: રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ ન સર્જાય તે માટે વિશ્વના તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે. રશિયા હાલ બોર્ડર પર આક્રમક વલણ દાખવી રહ્યું છે અને દુનિયાના કોઈ દેશને ગાંઠવા માટે તૈયાર નથી ત્યારે કેટલાક જાણકારો દ્વારા તે […]

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારાથી ત્રણ હજાર જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયાં

અમદાવાદઃ  ગુજરાતના અને વિદ્યાર્થીઓ વિદેશમાં ભણી રહ્યા છે. જેમાં યુક્રેનમાં તબીબી અને ઈજનેરી વિદ્યાશાખામાં 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બીજીબાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે યુક્રેનમાં ભણી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે ત્યારે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code