અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર રજિસ્ટ્રેશન વિનાની રિક્ષાઓ પેસેન્જરને બેસાડી શકશે નહી
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા એરપોર્ટ પર આવતા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન કરાઇ રહ્યું છે. જેના ભાગરૂપે 25 ફેબ્રુઆરીથી એરપોર્ટ વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગરની કે અનધિકૃત રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. જેના પગલે રજીસ્ટ્રેશન નહીં કરાવનારા રિક્ષા ચાલકો એરપોર્ટ પરથી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નહીં શકે […]


