1. Home
  2. Tag "Unseasonal rain showers"

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026: શિયાળાની વિદાય બાદ ઉનાળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, અને ફાગણના પ્રારંભમાં વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. આજે સોમવારે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં તેમજ ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. […]

અરબ સાગરમાં ચક્રવાતને લીધે વાતાવરણમાં પલટો, 21 તાલુકામાં ઝાપટાં, બાલાસિનોરમાં 1 ઈંચ

અમદાવાદઃ દક્ષિણ ભારતના સાગરકાંઠે સર્જાયેલા ચક્રવાત અને અરબી સમુદ્રમાં એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.જેમાં રવિવારે 21 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યો હતો જેમાં બાલાસિનારમાં એક ઈંચ તથા ખેજાના ગળતેશ્વર તેમજ લૂણાવાડા, વિજયનગર, કપડવંજ, સતરામપુર સહિત 21 તાલુકામાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા છે. ગુજરાતમાં રવિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code