1. Home
  2. Tag "unseasonal rains"

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું અને અમદાવાદ સહિત શહેરોમાં હવે ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ રાજ્યમાં કારતક મહિનો અડધો પૂર્ણ થતાં જ કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યુ હતું. ભર શિયાળે વરસાદી માહોલથી ખેડુતોને પણ ચિંતિત કરી દીધા હતા. હવે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે, જેથી  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. […]

બનાસકાંઠામાં માવઠાંએ ઘઉંની વાવણીનું સમયપત્રક ખોરવી નાંખ્યું, હવે પખવાડિયા બાદ વાવેતર

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં માવઠું પડ્યું હતું તેના લીધે  ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેનો ભેજ ઓછો થતાં 15 દિવસનો સમય લાગે તેમ હોવાથી આ વખતે ઘઉંનું વાવેતર 15 દિવસ પાછું ઠેલાશે. જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે, હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડુતોએ રવિ સીઝનમાં ઘઉંના વાવેતરની તૈયારીઓ પણ કરી […]

હવામાનમાં પલટોઃ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ

અમદાવાદઃ અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી. દરમિયાન આજે સવારથી જ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  દરમિયાન તા. 20 નવેમ્બર સુધી માવઠાની આગાવી વ્યક્ત કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ બનાસકાઠાના […]

અમદાવાદ,વડોદરા, સુરત સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને લીધે રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સમી સાંજે અસહ્ય બફારા બાદ અમદાવાદ, વડોદરા, સુરત તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદ શહેરમાં સમી સાંજે સેટેલાઈટ, જીવરાજ પાર્ક, ઘાટલોડિયા, બોપલ,ચાંદખેડા, તથા પૂર્વના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તાઉ-તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી […]

ગીર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલઃ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન

જૂનાગઢઃ  ગીર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આજે બપોર બાદ કમોસમી વરસાદ પડતા કેસર કેરીના પાકને નુકશાન થયુ હતું. પવન સાથે વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરી ગયા હતા. અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. તલાલા ગીર વિસ્તારમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાયો હતો ગીર પંથકમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ […]

સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત

કચ્છના ભચાઉમાં કરા પડ્યાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર ફરી વળ્યાં વરસાદી પાણી ધૂળની ડમરીઓ ઉડી હતી અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળો ઉપર ધૂળની ડમરીઓ ઉડવાની સાથે હળવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જ્યારે કચ્છના ભચાઉમાં કરા પડ્યાં હોવાનું જાણવા મળે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વરસાદ પડતા ખેડૂતો […]

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. હવામાન વિભાગ દ્વારા તા. 8થી 10મી જાન્યુઆરી સુધી ઉત્તર અને દક્ષિણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code