ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સીએમ યોગી BJPના હાઈકમાન્ડના આદેશ અનુસાર ઉમેદવારી નોંધાવશે
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથ પણ ઉમેદવારી નોંધાવશે. જો કે, તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે ભાજપનું મવડી મંડળ નિર્ણય લેશે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી બહુમતી મેળવીને સત્તા જાળવી રાખવાની આશા મુખ્યમંત્રી […]


