1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 10ના મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં મુસાફરો ભરેલુ એક ટેમ્પો ટ્રાવેલર વાહન કાબુ બહાર જઈ અલકનંદા નદીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં લગભગ 10 લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. […]

ઉત્તરાખંડમાં ભારે પવન સાથે કરા પડવાની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોના બાકીના ભાગોમાં પહોંચે તેવી શક્યતા છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ નજીકના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે પશ્ચિમી વિક્ષેપને કારણે શુક્રવાર (7 […]

ઉત્તરાખંડઃ ચારધામમાં રજીસ્ટ્રેશન વગર આવતા યાત્રાળુઓને પરત મોકલાશે

નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

ઉત્તરાખંડમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બાગેશ્વર જિલ્લો હતો. તેની તીવ્રતા 2.8 રિક્ટર માપવામાં આવી છે. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં જોશીમઠથી 40 કિલોમીટરના અંતરે શનિવારે લગભગ 12.14 મિનિટ 20 સેકન્ડે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર […]

ઉનાળામાં પરિવાર સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બનાવો, સુંદરતા અમર્યાદિત

સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, જેથી મોટાભાગના લોકો પરિવાર સાથે નજીકના હિલસ્ટેશન ઉપર ફરવા જવાનું પસંદ કરે છે. આ આપ પણ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી હોય તો હિમાચલ અને ઉત્તરાખંડ સિવાય જમ્મુ-કાશ્મીરને પણ ઉનાળામાં ફરવા માટેના સ્થળોમાં સામેલ કરી શકાય છે. જો તમે સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ વગેરેને કવર […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા

નવી દિલ્હીઃ આ વખતે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 15.13 લાખ  શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે GMVN ગેસ્ટ હાઉસનું બુકિંગ આઠ કરોડને વટાવી ગયું છે. પ્રવાસન મંત્રીનું કહેવું છે કે, આ વખતે ચારધામ યાત્રા અગાઉની યાત્રાનો રેકોર્ડ તોડશે. પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું હતું કે, […]

ઉત્તરાખંડમાં દબાણ કરીને મજારો બનાવવાનું મોટુ ષડયંત્ર છેઃ પુષ્કર ધામી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીને મુદ્દે જણાવ્યું હતું કે, આ લોકોના હિત માટે છે. આ દરમિયાન તેમણએ દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટમીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદી ઉત્તરાખંડના દિલમાં રહે છે. પીએમ મોદીને રાજ્યની […]

ત્રીજા કાર્યક્રાળમાં આમારો લક્ષ્યાંક મફત વિજળી આપવાનો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપા લોકસભા ચૂંટણીમાં ફરી જીત હાંસિલ કરશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ત્રીજા કાર્યક્રાળમાં આમારો લક્ષ્યાંક મફત વિજળી આપવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને રેલી કરી હતી. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, મોદીની ગેરેન્ટીએ ઉત્તરાખંડમાં ઘરે-ઘરમાં સુવિધા […]

ઉત્તરાખંડ: નાનકમત્તા ગુરુદ્વારાના ડેરા પ્રમુખ તરસેમસિંહની હત્યા, બાઈકસવારોએ તાબડતોબ કર્યું ફાયરિંગ

નવી દિલ્હી: ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના નાનકમત્તા ગુરુદ્વારાના ડેરા કારસેવા પ્રમુખ બાબા તરસેમસિંહની ગુરુવારે સવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. તરસેમસિંહ પંજાબ અને તરાઈના શીખોમાં સિરમોર માનવામાં આવતા હતા. આ હત્યાથી પંજાબમાં ગમગીનીનો માહોલ છે. ગુરુદ્વાર નાનકમત્તા સાહિબની પાસે જ ડેરા કારસેવા પરિસરની અંદર જ તેમની હત્યા કરવામાં આવી. તેમને સવારે 6 વાગ્યે બાઈકસવાર […]

જમ્મુ, કાશ્મીર, લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ મહિનાની 30 તારીખ સુધી જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તરપશ્ચિમ ભારતના આજુબાજુના મેદાનો પર વાવાઝોડાની પ્રવૃત્તિ સાથે વરસાદનો નવો સ્પેલ અપેક્ષિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code