1. Home
  2. Tag "Uttarayan"

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઈમરજન્સી કેસોને પહોંચી વળવા 108 ની ટીમ ખડેપગે સેવા આપશે

અમદાવાદઃ રાજ્યભરમાં આવતી કાલે ઉત્તરાણનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાશે. ઉત્તરાયણના દિવસે 3,500 થી વધુ ઇમરજન્સી કેસો  આવવાની શક્યતા સાથે 108 ઇમરજન્સી દ્વારા તૈયારી કરાઈ છે. ત્યારે રાજ્યભરમાં 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતાં હોવાનું ઇમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં […]

કાલે ઉત્તરાયણને દિને પવનની ગતિ અનુકૂળ રહેશે, પતંગરસિયાઓને મોજ પડશે

અમદાવાદઃ ગુજરાતભરમાં આવતી કાલે શુક્રવારે પતંગોત્સવ ભારે ઓનંદોલ્લાસથી ઊજવાશે. આવતી કાલે હવામાન પતંગરસિયાઓ માટે સાનુખૂળ રહેવાની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સામાન્યથી વધુ ગતિએ ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોને કારણે […]

ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ‘કરુણા’ અભિયાન,

અમદાવાદઃ ઉત્તરાણ યાને મકરસંક્રાતિના પર્વને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે. મહાનગરોમાં પતંગ-દોરાની ધૂમ ખરીદી થઈ રહી છે. ત્યારે ઉલ્લાસ અને ઉમંગભર્યા આ તહેવારમાં પતંગની દોરીથી ગગનમાં વિહાર કરતા પંખીઓનો ભોગ લેવાતો હોય છે. આથી પતંગની દોરીથી ઈજાગ્રસ્ત બનેલા અબોલ પક્ષી-પશુની સારવાર માટે કરૂણા અભિયાન મદદમાં આવશે. સૂત્રોના જમાવ્યા મુજબ આગામી ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની […]

ઉત્તરાયણને મોંઘવારીનું ગ્રહણઃ પંતગ-દોરીના ભાવમાં 30થી 50 ટકાનો વધારો

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દર વર્ષે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મકરસક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તા. 14 અને 15મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગની છવાઈ જાય છે. જો કે, આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં પતંગરસિયાઓના ખિસ્સા હલકા કરશે. પતંગ અને દોરીના ભાવમાં 30થી […]

ગુજરાતમાં દોરી વાગવાના અને ધાબા ઉપરથી પડી જવાના 207 કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરયાણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ધાબા ઉપરથી પડી જવાના અને દોરી વાગવાના કેટલાક બનાવો સામે આવ્યાં હતા. રાજ્યમાં એક જ દિવસમાં પતંગ અને દોરીને કારણે બનેલી ઘટનાના લગભગ 207 જેટલા ઈમરજન્સી કેસ નોંધાયાં હતા. મેગાસિટી અમદાવાદમાં 16 બનાવ બન્યાં હોવાનું જાણવા મળે છે. 108 સેવામાં એક જ દિવસમાં 2771 […]

અમદાવાદમાં રાતના 10 વાગ્યા પછી પતંગની ખરીદી કરવી પતંગ રસિયોને પડશે ભારે

અમદાવાદઃ ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણની ઉજવણી માટે પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદીમાં વ્યસ્ત છે. જો કે, રાતના 10 કલાક પછી કરફ્યુનો અમલ થવાનો હોવાથી રાતના 10 કલાક પછી જો પતંગ-દોરીની ખરીદી કરવા બહાર નીકળશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ […]

પતંગ રસિયાઓ માટે રાહત, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના લાઈડલાઈનનું પાલન થાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે. ત્યારે પતંગ પ્રેમીઓ માટે રાહતની વાત એ છે કે, ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે. તેમજ આવતીકાલથી રાજ્યમાં 3 દિવસ ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત […]

ઉત્તરાયણમાં પોલીસ રાખશે નજર, ધાબા પોઈન્ટ ગોઠવાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી ઉપર હાઈકોર્ટે મનાઈ ફરમાવવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, કોરોના ગાઈડલાઈન સહિતના નિયમોનું પાલન કરવા માટે નિર્દેશ કર્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ ઉત્તરાયણની તૈયારીને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ ધાબા પોઈન્ટ પણ ગોઠવવામાં આવશે. ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણીને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે. જે અનુસાર તમામ […]

ગુજરાતમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવા ઉપર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની પતંગપ્રેમીઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર રોક લગાવવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે.  છે. હાઈકોર્ટે આ મુદ્દે સરકારને વલણ સ્પષ્ટ કરવા તાકીદ કરી છે. તેમજ વધુ સુનાવણી 8મી જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી છે. ઉતરાયણમાં પોલીસ દ્વારા ડ્રોનની […]

અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, કોરોના ગાઈડલાઈનનું પાલન જરૂરી

અમદાવાદઃ શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને પતંગપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. જો કે, ઉત્તરાયણની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ રસ્તા ઉપર અને ફુટપાથ ઉપર પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code