1. Home
  2. Tag "vadodara"

વડોદરાની દુર્ઘટના, હોડીમાં 12ની ક્ષમતા સામે 27ને બેસાડ્યાં, બાળકોને લાઈફ જેકેટ પણ ન પહેરાવ્યાં

વડોદરાઃ શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 2 શિક્ષિકાઓ અને 13 વિદ્યાર્થીઓ સહિત કુલ 15ના મોતથી ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટનામાં હોડીના કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી છે. 12 બેઠકોની ક્ષમતા ધરાવતી હોડીમાં 27 લોકોને બેસાડ્યા હોવાનો તેમજ લાઈફ જેકેટ પણ પહેરાવ્યા ન હોવાની વિગતો સામે આવી […]

વડોદરામાં હરણી તળાવમાં હોડી ડૂબતા શાળાના 13 બાળકો, બે શિક્ષકો સહિત 15નાં મોત,

વડોદરા: શહેરમાં હરણી તળાવમાં હોડી ડુબી જતાં શાળાના 13 બાળકો અને બે શિક્ષકો સહિત 15ના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં 13 બાળકો અને બે શિક્ષકો સહિત […]

સરકારના સ્વચ્છતા અભિયાનમાં બહેનોએ સહભાગી બનવું જોઈએઃ રાજમાતા શુભાંગીનીદેવી

વડોદરા : ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા રવિવારે  માંજલપુરના આત્મીય ધામમાં વિશાળ નારી સંમેલન યોજાયું હતું. જેમાં વડોદરા મહાનગર – જિલ્લો, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાની 1700 થી વધુ બહેનોએ ભાગ લીધો. સવારે 9 થી બપોરે 2 સુધીના આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રનાં મહિલા અગ્રણીઓએ ભારતીય સંસ્કૃતિમાં નારીના મહત્વને અને યોગદાનને પ્રસ્થાપિત કરતા પોતાના વિચારો […]

વડોદરામાં આજે થર્ટીફસ્ટની ઊજવણીને લીધે રાત્રે કેટલાક રસ્તાઓ પર વાહનોને નો એન્ટ્રી

વડોદરાઃ શહેરમાં આજે થર્ટીફસ્ટની ઊજવણી માટે વિવિધ કલબો પાર્ટી પ્લોટ્સ વગેરે સ્થળોએ આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં સરદાર પટેલ પ્રતિમા સર્કલ, અલકાપુરી રોડ, સહિતના જાહેર માર્ગો પર યુવાધન એકત્ર થઈને નૂતન વર્ષ 2024ને આવકારવા માટે ઊજવણી કરતું હોય છે. ત્યારે શહેરના કેટલાક માર્ગો પર આજે થર્ટીફસ્ટના રાત્રે 8 વાગ્યાથી વાહનો માટે નો […]

વડોદરામાં ટ્રાફિક પોલીસ માટે 125 AC હેલ્મેટ ખરીદાયા, ગૃહરાજ્ય મંત્રીના હસ્તે આજે વિતરણ

વડોદરાઃ શહેરમાં ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક નિયમન માટે અવિરત સેવા બજાવતા હોય છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોડ પર ઊભા રહીને ટ્રાફિક નિયમનની સેવા કપરી બની જતી હોય છે. ત્યારે શહેરના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લએ પોતાની ગ્રાન્ટમાંથી અનુમતી આપતા 125 વાતાનુકૂલિત (AC) હેલ્મેટ ખરીદવામાં આવ્યા છે. આ હેલ્મેટનું વિતરણ રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક સર્જાયો 3 કિમી લાંબો ટ્રાફિક જામ

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો નેશનલ હાઈવે સતત 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. દેશનો સૌથી વ્યસ્ત હાઈવે ગણાય છે. ત્યારે આ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ અવાર-નવાર જોવા મળી રહ્યા છે. વડોદરા નજીક બુધવારે સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ભારે ટ્રાફિકજામમાં મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાઇ ગયા હતા. હાઇવે પરના બ્રિજ સાંકડા હોવાથી સમસ્યા […]

RBIને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપીની વડોદરામાંથી ધરપકડ

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપી પર મુંબઈ પોલીસે તેની પકડ વધુ કડક કરી છે. આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની વડોદરાથી ધરપકડ કરી […]

ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વડોદરા શહેરને રૂ.722 કરોડના વિકાસ કામોની સોગાદ આપતા તેમણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શહેરી વિકાસનો જે પાયો નાખ્યો છે, તેના ઉપર ગુજરાત તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યમાં જ્યાં માનવી, ત્યાં સુવિધાઓ આપવામાં આવી છે. […]

વડોદરામાં ‘ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઇમ’ પર વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન

અમદાવાદઃ વડોદરામાં 14 ડિસેમ્બર, 2023ના રોજ થી સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ (ડીજીક્યુએ) દ્વારા ‘ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઇમ’ થીમ પર વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભારત સરકારનાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ‘વેપાર-વાણિજ્યમાં સરળતા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’નાં વિઝનને ધ્યાનમાં રાખીને વિવિધ હિતધારકોને સંરક્ષણ […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ભીમનાથ બ્રિજ પાસે મગર યુવાનને ખેંચી ગયો, અંતે મળ્યું મોત

વડોદરાઃ  શહેરની વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોવાને કારણે અનેક વાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના તેમજ બકરા, કુતરા અને માનવી પર હુમલાના બનાવ બનતા હોય છે. ત્યારે  વિશ્વામિત્રી નદીના ભીમનાથ બ્રિજ નજીક એક મહાકાય મગર એક યુવાનને ખેચી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. અને મગરના મોંમાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code