1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં ભાજપના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરાતો હોય છે. ક્યારેક બેફામ કરાતો વાણી વિલાસ નેતાઓને ભારે પડતો હોય છે. વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં 2 નગરસેવક અને ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરાયેલા વાણી વિલાસ […]

વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં 8 જેટલી સોસાયટીઓમાં મતદાનનો બહિષ્કારના બેનર્સ

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં વિકાસના કામો થયા નથી. અથવા જે તે વિસ્તારોના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલાય નથી. એવા વિસ્તારના નાગરિકો ચૂંટણી ટાણે મોરચો માંડીને ઉમેદવારો પાસેથી પ્રશ્નો ઉકેલવાની ખાતરી મેળવતા હોય છે. વડાદરામાં કારેલીબાગ વિસ્તારની આઠ જેટલી સોસાયટીના લોકોએ પણ ચૂંટણી બહિષ્કારના બનર્સ લગાવ્યા છે. સૂત્રોના જણાવ્યા  મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ […]

વડોદરાના માજલપુરની બેઠક પર ટિકિટ આપવા યોગેશ પટેલની જીદ સામે ભાજપને ઝુંકવુ પુડ્યું

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ-કોંગ્રેસને ભારે કસરત કરવી પડી છે. પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓના રિસામણા અને મનામણાનો દોર ચાલ્યો હતો. ભાજપમાં તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને મેદાનમાં આવવાની ફરજ પડી હતી. વ્યક્તિગત ફોનાફોની કરીને નારાજગી દુર કરવાના પ્રયાસો કર્યા હતા. વડોદરા શહેર અને જિલ્લાની બેઠકો પર ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાના દુઃખાવારૂપ બની […]

વડોદરામાં સુરસાગર તળાવમાં વર્ષો બાદ બોટિંગનો પ્રારંભ, જાણો ક્યા સમયે મળશે લાભ

વડોદરાઃ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં શહેરીજનોને ફરવા લાયક અનેક સ્થળોનું નિર્ણાણ કરાયું છે. બહારગામથી આવનારા લોકો પણ કમાટી બાગ સહિત સ્થળોની અવશ્ય મુલાકાત લેતા હોય છે. ત્યારે હવે શહેરના સુરસાગર તળાવમાં બોટિંગની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આમ તો વર્ષો પહેલા બોટિંગની સુવિધા હતી. અને શહેરીજનોને તેનો લાભ મળતો હતો. પરંતુ એક બોટ […]

વડોદરામાં કેન્દ્રીય ચૂંટણીપંચે 6 જિલ્લા કલેક્ટરો અને SP સાથે વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મોટાભાગની તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી દીધી છે. હાલ કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અને જુદા જુદા વિસ્તારોમાં ફરીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના સાત જિલ્લાના કલેકટરો સાથે બેઠક યોજ્યા બાદ વડોદરામાં 6 જિલ્લાના કલેક્ટરો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સુચના આપવામાં આવી […]

રાજ્યમંત્રી અજય ભટ્ટે વડોદરામાં ડિફેન્સ કચેરીની મુલાકાત લીધી,NCC ની ત્રણેય પાંખના કેડેટ્સને NCCમાં જોડાવા બદલ આપ્યા અભિનંદન

અમદાવાદ:ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટ આજે વડોદરાની  મુલાકાતે  આવ્યા હતા.વડોદરાની મુલાકાત દરમિયાન તેમણે વડોદરામાં આવેલ ડિફેન્સ કચેરીની મુલાકાત લીધી હતી તેમજ એનસીસીની ત્રણેય પાંખના કેડેટ્સને સંબોધન કરીને એનસીસીમા જોડાવા બદલ અભિનંદન આપ્યા હતા. વડોદરાની એક દિવસીય મુલાકાતે આવેલા ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટએ હવાઇ દળ સહિત થલ સેનાની મુખ્ય […]

વડોદરા મ્યુનિ.કોર્પોરેશને એક વર્ષમાં રખડતા ઢોર પકડવા માટે 2.75 કરોડનો ખર્ચ કર્યો

વડોદરા: શહેરમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા વર્ષે દહાડે રખડતા ઢોર પકડવા માટે અઢળક ખર્ચ કરાતો હોવા છતાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. રખડતા ઢોર પકડ્યા બાદ પશુપાલકો પોતાના પશુને છોડાવવા માટે આવતા નથી, એટલે પશુઓને સાચવવાનો ખર્ચ વધી જતો હોય છે. વડોદરા કોર્પોરેશને રખડતાં ઢોરોને પકડવા અને તેની જાળવણી કરવા છેલ્લા એક વર્ષમાં 2.75 કરોડનો અધધ ખર્ચ […]

વડોદરાઃ કરૂણા એમ્બ્યુલન્સે 5 વર્ષમાં 31495 અબોલ પશુઓનો જીવ બચાવ્યો

અમદાવાદઃ રાજ્ય સરકારે અબોલ પશુઓની સેવા સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. જેને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. કરુણા એમ્બ્યુલન્સ વડોદરા જિલ્લાના શહેરી વિસ્તારો માટે આરોગ્ય સંજીવની સમાન જડિબુટ્ટી સાબિત થઈ રહી છે.  GVK EMRI ની કરુણા એમ્બ્યુલન્સ 1962  સેવાને સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષમાં વડોદરા જિલ્લામાં અબોલ, […]

વડોદરા નજીક પુરફાટ ઝડપે જતી કારને બચાવવા જતા કન્ટેનર છકડારિક્ષા સાથે અથડાતા 10નાં મોત,

વડોદરાઃ રાજ્યના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે વડોદરા નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને […]

ગાંધીનગર અને વડોદરાના શહેરી વિસ્તારના વિકાસના કામો માટે CMએ 291.22 કરોડ મંજુર કર્યા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિક સુવિધા સુખાકારી કામોની વૃદ્ધિ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવાનો અભિગમ અપનાવ્યો છે મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યની બે મહાનગરપાલિકા  વડોદરા અને ગાંધીનગરમાં જન સુવિધા વિકાસના વિવિધ કામો માટે રૂ.291.22  કરોડ મંજૂર કર્યા છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવેલી દરખાસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code