સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાલે બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ, બ્રાન્ચોની પરીક્ષાઓનો પ્રારંભ
રાજકોટઃ શાળા-કોલેજોમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણરીતે સંપન્ન થયા બાદ શાળાઓમાં હાલ ધોરણ 3થી 8ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે 5 એપ્રિલને બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ અને બ્રાન્ચોની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષાઓ 51 કોર્ષના 51,184 વિદ્યાર્થીઓ આપશે. […]