ગાંધીનગરમાં દબાણો, રખડતા ઢોર, સહિતના પ્રશ્નોના ઉકેલ માટે વસાહત મહાસંઘ આંદોલન કરશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વધી રહેલી ઝૂપડપટ્ટી, જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર, લીલાછમ વૃક્ષોનું ગેરકાયદે છેદન, પાણીની સમસ્યા અને રોડ પરથયેલા આડેધડ દબાણો સામે તંત્ર નિષ્કિય બની જતાં હવે ગાંધીનગર વસાહત મહાસંઘે મ્યુનિ.કોર્પોરેશન સામે બાંયો ચડાવી છે. તાજેતરમાં શહેર વસાહત મહાસંઘની બેઠકમાં પુખ્ત વિચારણાના અંતે આગામી દિવસોમાં સરકારને આવેદન પત્રો આપી ઉગ્ર આંદોલન ચલાવવાનું સર્વાનુમતે નક્કી […]