1. Home
  2. Tag "Victory"

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ છે. નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી અને ચૂંટણી પંચમાં વિશ્વાસ દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા. તેમણે તેને લોકશાહીનો વિજય ગણાવ્યો જે દેશની ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસને વધુ મજબૂત […]

તમિલનાડુઃ અભિનેતા-રાજકારણી વિજયની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ હવે CBI કરશે

ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં અભિનેતા અને રાજકારણી વિજયની રેલી દરમિયાન સર્જાયેલી ભાગદોડની ઘટના અંગે હવે CBI તપાસ થશે. સુપ્રીમ કોર્ટએ TVK દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં CBI તપાસના આદેશ સાથે પૂર્વ ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની સીબી તપાસની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. TVK પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ […]

આ જીત જેટલી અમારી છે, તેટલી જ અમારા ફેન્સની છેઃ વિરાટ કોહલી

અમદાવાદઃ આઈપીએલની ફાઈનલમાં પંજાબ કિંગ્સ પર છ રનથી મળેલી જીત બાદ, વિરાટે કહ્યું, “આ 18 વર્ષ ખૂબ લાંબા રહ્યા છે. મેં મારી યુવાની, મારા શ્રેષ્ઠ ફોર્મના દિવસો અને મારો બધો અનુભવ આ ટીમને આપ્યો છે. દરેક સિઝનમાં જીતવાનો પ્રયાસ કર્યો, દરેક સમયે મારું સર્વસ્વ આપ્યું. હવે આ ક્ષણ મેળવવી એ એક અદ્ભુત અનુભૂતિ છે. ક્યારેય […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરૂઆત, ગિલની સદી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં, ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની મુશ્કેલ પીચ પર ભારતને 229 રનના લક્ષ્યનો પીછો કરવામાં મુશ્કેલી પડી અને એક સમયે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા, પરંતુ શુભમન ગિલ (અણનમ […]

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી T20 શ્રેણીની પહેલી મેચમાં અભિષેક શર્માની 79 રનની શાનદાર ઇનિંગથી ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું. ભારતને 133 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ભારતે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. સ્પિનર વરુણ ચક્રવર્તીએ 23 રન આપીને […]

મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પાછળ આ યોજના રહી ખુબ મહત્વની

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે. હાલની સ્થિતિએ ભાજપના આગેવાનીમાં મહાયુતિ ચૂંટણી પરિણામમાં આગે જોવા મળી રહી છે. જ્યારે મહાવિકાસ અઘાડી પાછળ ચાલી રહી છે. એમવીએમાં કોંગ્રેસ, શિવસેના (યુટીબી) અને એનસીપી (શરદ પવાર)નો સમાવેશ થાય છે. ચૂંટણી પહેલા મહાયુતિ સરકારે મહિલાઓ માટે શરૂ કરેલી મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજનાને ગેમચેંજર માનવામાં આવી રહી […]

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]

વડાપ્રધાન મોદીને અભિનંદન, તેમની નીતિઓ દેશ માટે શ્રેષ્ઠ સાબિત થશેઃ બાબા રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવે એનડીએને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાનને અભિનંદન આપતા બાબા રામદેવે કહ્યું કે પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ પણ નોંધપાત્ર રહેશે. PMની નીતિઓ દેશ માટે શ્રેષ્ઠ સાબિત થશે. એટલું જ નહીં, બાબા રામદેવે એમ પણ કહ્યું કે પીએમ મોદીના વિઝન હેઠળ ભારત દુનિયાભરના દેશોનું નેતૃત્વ પણ કરશે. મને વિશ્વાસ છે…: બાબા […]

ગુજરાત વિધાનસભામાં ભાજપની જીત, જાણો આ વખતે શું હતો સૌરાષ્ટ્રનો મીજાજ

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ લગભગ હવે નક્કી જેવું થઈ ગયું છે.ભાજપની ગુજરાતમાં જીત જોઈને વિપક્ષમાં માતમનો માહોલ છવાઈ ગયો છે તો ભાજપ કાર્યાલયમાં તથા કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આવામાં આ વખતે સૌરાષ્ટ્રમાં પણ રાજકીય બદલાવ જોવા મળ્યો છે. જાણકારી અનુસાર રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ (23534 મત), રાજકોટ પશ્ચિમથી દર્શિતા શાહ ( 105975 મત), […]

દાહોદઃ 202 દિવસની લાંબી સારવાર બાદ મહિલા કોરોનાને અંતે મ્હાત આપી ઘરે પરત ફરી

  અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર ચિંતામાં મુકાયાં છે. દરમિયાન દાહોદમાં એક મહિલાએ 202 દિવસની સુધી કોરોના સામેની લાંબી લડાઈ બાદ કોરોનાને મ્હાત આપી હતી અને અંતે પોતાના ઘરે પરત ફરી હતી. મોતને હાથતાલી આપીને 200 દિવસ કરતા પણ વધારે સમય બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા પરિવારજનોમાં ખુશી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code