1. Home
  2. Tag "viral news"

સુરતમાં બાઈક સ્લીપ થતાં પાછળ આવતી સિટી બસની અડફેટે બાઈકચાલકનું મોત

સુરત, 9 જાન્યુઆરી 2026: શહેરના કતારગામ વિસ્તારમાં ફુલપાડા નજીક રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલા બાઈકચાલકને બચાવવા જતા સામે આવી રહેલા બાઈકચાલકે બ્રેક મારતા બાઈક રોડ પર સ્લીપ ખાતા બન્ને બાઈક સવારો રોડ પર પટકાયા હતા. આ સમયે પાછળ આવી રહેલી સિટી બસે અડફેટે લેતા 29 વર્ષીય બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું.  શહેરના કતારગામ વિસ્તારમાં […]

પ.બંગાળમાં અવળી ગંગા, સીએમ મમતા બેનરજીએ ED પર દરોડો પાડ્યો! જાણો

કોલકાતા, 8 જાન્યુઆરી, 2026: CM Mamata Banerjee raids ED! પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે ગુરુવારે એક અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જી અચાનક કોલકાતાના સોલ્ટ લેક સ્થિત I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી)ની ઓફિસે પહોંચી ગયા હતા. તે સમયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી ફંડિંગ સંબંધિત કેસમાં ઓફિસની અંદર સર્ચ ઓપરેશન ચલાવી રહી […]

GPSCની 2026માં લેવાનારી વિવિધ સંવર્ગની પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર

અમદાવાદ, જાન્યુઆરી 2026:  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પ્રલિમ પરીક્ષાની તારીખો જાહેર થતાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને રાહત થઈ છે. GPSC દ્વારા કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રીલિમ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન […]

વડોદરાના 5 ધારાસભ્યોનો લખ્યો CMને પત્ર, અધિકારીઓ પ્રજાના કામો કરતા નથી

વડોદરા, 8 જાન્યુઆરી 2026: ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાનો અધિકારીઓની લાપરવાહીને લીધે પ્રજાને લાભ મળતો નથી. વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં ‘વંદે […]

ગુજરાત શહેરી વિકાસ ક્ષેત્રે દેશના રોલ મોડલ રાજ્ય તરીકે ઉભરી આવ્યું: દેસાઈ

ગાંધીનગર,8 જાન્યુઆરી 2026:  GNLU-ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ “સ્વનિધિ સમારોહ-2026” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન શહેરી વિકાસ મંત્રીશ્રીના હસ્તે “પીએમ સ્વનિધિ યોજના”ના લાભાર્થીઓને લોન સહાયના ચેક અને ક્રેડિટ કાર્ડ માટેના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ, મંત્રીએ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓના […]

અમરેલીમાં નિર્માણાધિન બ્રિજના ખાડામાં બાઈક ખાબકતા એકનું મોત

અમરેલી, 8 જાન્યુઆરી 2026: અમરેલીના લીલીયા રોડ પર નિર્માણધીન અંડરબ્રિજનું કામ ચાલી રહ્યુ છે. તેના માટે ઊંડો ખાડો ખાદવામાં આવ્યો હતો. ખાડા ફરતે બેરીકેટ લગાવાયા નહોતા. તેમજ વાહનો માટે કોઈ ડાયવર્ઝન પણ અપાયુ નહતું. ત્યારે ગત મોડી રાત્રે બાઈકચાલક પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. સાથે બાઈક પર બેઠેલા મહિલા અને બાળકી પણ ખાડામાં પડ્યા હતા.જેમાં […]

કચ્છના ધોળાવીરામાં 10મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે

ભૂજ, 8 જાન્યુઆરી 2026:  કચ્છના ઐતિહાસિક ગણાતા અને હેરીટેજ એવા ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ધોળાવીરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ધોળાવીરા ખાતે 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભુજ […]

અંબાજીમાં 30મી જાન્યુઆરીથી ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

અંબાજી,8 જાન્યુઆરી 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રિ- દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026’ યોજાશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે.આ મહોત્સવના સુચારુ આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર […]

રણમાં અગરિયાના બાળકોને શિક્ષણ માટે સ્કૂલબસ શાળામાં હવે બાળમિત્રો ભણાવશે

સુરેન્દ્રનગર 8 જાન્યુઆરી 2026:  કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરિયાના બાળકો માટે સ્કૂલબસ શાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સ્કૂલબસમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી શિક્ષકો દ્વારા ગરિયાના બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું પણ હવે સરકારી શિક્ષકોના બદલે ‘બાળમિત્રો‘ અગરિયા બાળકોને શિક્ષણ આપશે. આ નિર્ણય અંતર્ગત કુલ 19 રણ બસશાળામાં 38 […]

રાજકોટથી 11 કિમી દુર અમદાવાદ હાઈવે પર ટોલપ્લાઝા બનાવવા સામે ઊઠ્યો વિરોધ

રાજકોટ, 8 જાન્યુઆરી 2026:  રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે સિક્સલેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અને રાજકોટ-અમદાવાદ વચ્ચે 200 કિમીના હાઈવે પર ચાર ટોલપ્લાઝા બનાવવામાં આવ્યા છે. જેમાં એક ટોલનાકું રાજકોટથી માત્ર 11 કીમી દૂર હીરાસર એરપોર્ટ પહેલા માલિયાસણ ગામ નજીક બનાવવામાં આવી રહ્યું છે. તેથી આ ટોલનાકા સામે લોકોનો વિરોધ ઊઠ્યો છે. રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code