1. Home
  2. Tag "Visit"

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વેપાર, ટેકનોલોજી અને રોકાણ પર ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે ઇઝરાયલની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ઇઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી નીર બરકતના આમંત્રણ પર 20-22 નવેમ્બર, 2025 દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત ભારત અને ઇઝરાયલ વચ્ચે વધતા વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો પર ભાર મૂકે છે અને વેપાર, ટેકનોલોજી, નવીનતા અને રોકાણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે બંને […]

પીએમ મોદી સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે

સુરત: પ્રધાનમંત્રીના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગે લેશે. નર્મદામાં આજે રાષ્ટ્રીયકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા-અર્ચના કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં મોદીનું સ્વાગત કરશે. આ પ્રસંગે મોદી કેન્દ્ર સરકાર […]

પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવશે, ડેડિયાપાડામાં બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો કરાવશે પ્રારંભ

વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેવાના છે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતની તૈયારીઓના ભાગરૂપે, આજે (તારીખનો ઉલ્લેખ કરવો) બીજેપી પ્રદેશપ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ડેડિયાપાડા ખાતે સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી […]

રાજ્યપાલે માણેકપુર ગામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતર પર હળ ચલાવ્યું

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલ, રાજયપાલએ મુલાકાત દરમિયાન બળદ ગાડું પણ ચલાવ્યું, ગાય આધારિત ખેતી જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે, ગાંધીનગરઃ  તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત  રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ ખેતર પર […]

અમદાવાદઃ અટલ બ્રિજની 3 વર્ષમાં 77.71 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો […]

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુરઃ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુર છે. એક કાર્યક્ર્મમાં બોલતા, રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં રશિયાના વિશ્વાસને પુનઃપુષ્ટિ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજદાર નેતા તરીકે વર્ણવ્યા.રાષ્ટ્રપતિ પુતિને અસરકારક, પરસ્પર ફાયદાકારક વેપાર સંબંધો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે હવે વધુ તકો ખોલવા માટે મુખ્ય […]

રાજનાથસિંહ બે દિવસ ગુજરાતનાં કચ્છની મુલાકાતે આવશે

અમદાવાદઃ દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ આજે સાંજે 7.30 કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની મુલાકાત લેશે, ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરાવશે

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ બપોરે 12 વાગ્યે ધાર ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે શિલાન્યાસ અને અન્ય અનેક પહેલોનો શુભારંભ પણ કરશે અને સભાને સંબોધન કરશે. આરોગ્ય, પોષણ, તંદુરસ્તી અને સ્વસ્થ અને સશક્ત ભારત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટોચના સલાહકારો ઓક્ટોબરમાં એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (એપેક) વેપાર મંત્રીઓની બેઠક માટે દક્ષિણ કોરિયાની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પણ શક્ય છે. આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વભરના દેશો યુએસ સરકારની ટેરિફ નીતિઓથી ચિંતિત છે. તેની અસર […]

નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની તેમની બે દેશોની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પરત ફર્યા છે. આ અગાઉ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને SCO સમિટ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં સતત થઈ રહેલી વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પોતાના પ્રારંભિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code