1. Home
  2. Tag "Visit"

નેપાળના વડાપ્રધાન ભારતની મુલાકાતે, પીએમ મોદી સહિતના આગેવાનો સાથે કરશે બેઠક

નવી દિલ્હીઃ પડોશી દેશ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા આજથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેમનું દિલ્હી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલાઈ 2021માં પીએમ બન્યાં બાદ આ તેમની પ્રથમ દ્રીપક્ષીય વિદેશ યાત્રા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. એટલું જ નહીં ભારતના ઉદ્યોગ સાહસિકો સાથે પણ મુલાકાત કરશે. […]

યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ યુક્રેન સામે 34 દિવસ વહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. બંને દેશ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ અઠવાડિયે રશિયાના વિદેશ મંત્રી દિલ્હી […]

પાટણની રાણકી વાવ ઐતિહાસિક નજરાણું છે, ભારતના ભવ્ય વારસાના દર્શન થયા: ભૂપેન્દ્ર પટેલ

પાટણઃ પ્રાચીન તથા ઐતિહાસિક કલાનગરી પાટણની મુલાકાત દરમિયાન UNESCO દ્વારા જાહેર કરાયેલા વિશ્વ ધરોહર સ્થળ “રાણકી વાવ” ની મુલાકાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા […]

પાટીદારોને OBCમાં સમાવવાનો નિર્ણય ગુજરાત સરકારે લેવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે

અમદાવાદઃ કેન્દ્રના સામાજિક, ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ વડોદરામાં જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસીમાં સમાવવા અંગેના નિર્ણયનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે.  ગુજરાત સરકારે પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેનો નિર્ણય જલ્દીથી લેવો જોઈએ. વડોદરામાં દાદા સાહેબ ફાળકેના નામ સાથે સંકળાયેલી સંસ્થા આયોજિત કાર્યક્રમમાં […]

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવશે

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વએ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગૃહપ્રધાન 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાઈ શકે છે. જોકે આ વર્ષે નજીકના સગાનું અવસાન  થયું હોવાથી તેઓ ઉત્તરાયણની ઉજવણી નહીં કરે તેવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય હોમ પ્રધાન અમિત શાહ […]

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિલની લીધી મુલાકાત, આરોગ્ય કર્મચારીઓ સાથે કરી ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આગોતરુ આયોજન કર્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ હોસ્પિટલના સ્ટાફ અને સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી. આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી […]

વડોદરાઃ મહેસુલ મંત્રીએ મામલતદાર કચેરીની ઓચિંતી લીધી મુલાકાત, અધિકારીઓનો લીધો ક્લાસ

અમદાવાદઃ ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સરકારી કામગીરીમાં પારદર્શિકાને લઈને અવાર-નવાર મામલતદાર કચેરીની મુલાકાત લે છે. એટલું જ નહીં સરકારી કચેરીમાં કામગીરીનું નિરીક્ષણ કરે છે. દરમિયાન આજે તેમણે વડોદરાના માંજલપુર મામલતદાર કચેરીની ઓચિંતીની મુલાકાત લીધી હતી. મહેસુલ મંત્રીની મુલાકાતમાં જંત્રીની વિસંગતા સામે આવી હતી. તેમજ 10 કરોડનું સરકારી તિજોરીને નુકસાન થયાનું સામે આવ્યું છે. પ્રાપ્ત […]

US કોન્સ્યુલેટ જનરલના પ્રતિનિધિઓએ GTUની લીધી મુલાકાત, શૈક્ષણિક મુદ્દો પર કરી ચર્ચા

અમદાવાદઃ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સમગ્ર દેશમાં આગવી હરોળમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી  ખાતે વિદેશી વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવે છે. જ્યારે GTUમાંથી ડિગ્રી મેળવેલા અનેક વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં આગામી સ્ટડી અને નોકરીના અનુસંધાને જતાં હોય છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓની પસંદગી અમેરિકા હોવાથી તાજેતરમાં GTU ખાતે યુએસ કોન્સ્યુલેટ જનરલના […]

PM મોદી 4 ડિસેમ્બરે દહેરાદૂનના પ્રવાસેઃ વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે. વડાપ્રધાન અગિયાર વિકાસલક્ષી […]

અમદાવાદના ગાંધી આશ્રમની સુપરસ્ટાર સલમાન ખાને મુલાકાત લીધી

અમદાવાદઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં તેમણે ચરખો કાતયો હતો. આ ઉપરાંત તેમણે ગાંધી આશ્રમની પવિત્ર ભૂમિ ઉપર ફરીથી આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બોલીવુડના સુપરસ્ટાર સાબરમતી આશ્રમ આવ્યાં હોવાની જાણ થતા મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો ઉમટી પડ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code