1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવશે
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવશે

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવશે

0

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વએ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગૃહપ્રધાન 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાઈ શકે છે. જોકે આ વર્ષે નજીકના સગાનું અવસાન  થયું હોવાથી તેઓ ઉત્તરાયણની ઉજવણી નહીં કરે તેવી પણ શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય હોમ પ્રધાન અમિત શાહ પોતાના હોમ ટાઉન અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ઉત્તરાણના પર્વ હોવાથી ત્રણ દિવસ અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહેશે. દર ઉત્તરાણે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવતા હોય છે. જોકે આ તેમનો અંગત પ્રવાસ છે. અમિત શાહને આવકારવા માટે પ્રદેશ ભાજપના અગ્રીણીઓ એરપોર્ટ જશે. વાઈબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન તેમજ ગૃહ પ્રધાન પણ હાજર રહેવાના હતા પરંતુ કોરોનાના વધતા જતા કેસને લઈને વાઈબ્રન્ટ સમિટ મૌકૂફ રાખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગત વર્ષે પણ અમદાવાદના થલતેજ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. ઉત્તરાયણના પર્વની સવારે ગુહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે પહેલા જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. ત્યારબાદ  શહેરના થલતેજ તથા ઘાટલોડિયામાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન તેમણે થલતેજના મેપલ ટ્રી ખાતે અગાશી પરથી પતંગ ચગાવ્યા હતા. જેમાં તેમણે એક પેચ પણ કાપ્યો હતો, જેના પગલે ત્યાં એકત્ર કાર્યકર્તાઓ અને લોકોના આનંદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેમણે ઘાટલોડીયા વિસ્તારમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.