આસિયાન ફોરમ બેઠકમાં એસ. જયેશંકરે ઉઠાવ્યો સુરક્ષાનો મુદ્દો, વેપારી જહાજો પરના હુમલા અસ્વીકાર્ય
મનિલા, 23 જુલાઈ 2026: ફિલિપાઇન્સની રાજધાની મનિલા ખાતે યોજાયેલી ૩૩મી આસિયાન ક્ષેત્રીય મંચ મંત્રીર સ્તરીય બેઠકને સંબોધિત કરતા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયેશંકરે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓ પર થઈ રહેલા હુમલાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવા હુમલાઓ કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વેપાર નિરંતર અને સુરક્ષિત રીતે ચાલુ રહેવો જોઈએ.
વિદેશ મંત્રીએ આતંકવાદ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે આતંકી પ્રવૃત્તિઓને નાણાકીય સહાય પૂરી પાડતા સ્ત્રોતોને કડકાઈથી નેસ્તનાબૂદ કરવા પડશે. બેઠક દરમિયાન તેમણે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, દરિયાઈ ડ્યુટી નિવારણ, આપત્તિ વ્યવસ્થાપન (CDRI) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના જવાબદારીપૂર્વક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. દક્ષિણ ચીન સાગરના વિવાદાસ્પદ મુદ્દે બોલતાં તેમણે યુએનસીએલઓએસ (UNCLOS-1982) ના નિયમો અનુસાર કાયદાકીય અને પારદર્શક આચાર સંહિતાનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો.


