અમદાવાદ, 23 જુલાઈ, 2026 – ભારે વરસાદને પગલે અમદાવાદ તેમજ ગાંધીનગરની તમામ શાળા કૉલેજમાં 24મીને શુક્રવારે રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જારી કરીને તમામ શાળા-કૉલેજના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
આથી તમામ મુનિ. શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે આવતીકાલે, તા. 24 જુલાઈ, 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી હોઈ તમામ મુનિ. શાળાઓમાં આવતીકાલે તા. 24 જુલાઈ, 2026 (શુક્રવાર) ના રોજ રજા જાહેર કરવામાં આવે છે.
આ અંગેની જાણ શાળાના મુખ્ય શિક્ષકોએ શાળાની એસ.એમ.સી. ના સભ્યો તેમજ વાલીઓને કરવાની રહેશે તેમજ શાળાના નોટિસ બોર્ડ પર આ અંગેની વિગત દર્શાવવાની રહેશે.


