Homeગુજરાતીઓડિશામાં કાર તળાવમાં ખાબકી, પાંચ યુવાનોના ડુબી જવાથી મોત

ઓડિશામાં કાર તળાવમાં ખાબકી, પાંચ યુવાનોના ડુબી જવાથી મોત

નવી દિલ્હી, 23 જુલાઈ 2026: ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાંથી એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં બુધવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. લગ્ન સમારોહમાં સામે થઈને કારમાં પોતાના વતન પરત ફરી રહેલા સાત યુવકોનું વાહન અચાનક બેકાબુ બનીને સીધું રોડ કીનારે આવેલા તળાવમાં જઈ પડ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના ઢેંકનાલ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના છતિયા ગામમાં ઘટી હતી. મોડી રાત્રે લગ્નનો આનંદ માણીને તમામ યુવકો કાર દ્વારા પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારીને તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

સ્થાનિક ગ્રામજનોની મદદથી બે યુવકોનો બચાવ

આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્વરિત રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ બે યુવકોને જીવતા બહાર કાવામાં સફળતા મેળવી હતી, જો કે કમનસીબે અન્ય પાંચ યુવકોના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યાં હતાં.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ ચંદ્રાકાંત સ્વૈન (ડ્રાઇવર), અવિનાશ સાહુ, રાકેશ સાહુ, શ્રીરામ સાહુ અને અભિજીત સાહુ તરીકે થઈ છે. આ તમામ યુવકોની ઉંમર માત્ર ૨૦ થી ૨૫ વર્ષની વચ્ચે હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોટો મોજું ફરી વળ્યું છે. ઈજાગ્રસ્ત બંને યુવકોને ઢેંકનાલ જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular