1. Home
  2. Tag "Visit"

કેરળમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારોઃ કેન્દ્રની ઉચ્ચ સ્તરીય ટીમ લેશે મુલાકાત

આવતીકાલે કેન્દ્રીય ટીમ કેરળ પહોંચશે કેટલાક જિલ્લાઓની લેશે મુલાકાત ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક દિલ્હીઃ કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે લોકડાઉન સહિતના નિર્ણય લેવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય ટીમ કેરળ મોકલવાનો […]

શી જિનપિંગની તિબેટ મુલાકાત એ ભારત માટે ખતરા સમાન: અમેરિકા

જિનપિંગના તિબેટ પ્રવાસને લઇને અમેરિકાએ ભારતને આપી ચેતવણી શી જનપિંગનો તિબેટ પ્રવાસ ભારત માટે ખતરાની ઘંટડી સમાન ચીન તિબેટમાં મોટો ડેમ બનાવવા પર કામ કરી રહ્યુ છે નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગત સપ્તાહે તિબેટનો પ્રવાસ ખેડ્યો હતો. તેને લઇને અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકાની રાજનીતિમાં સારો એવો પ્રભાવ ધરાવતા સાંસદ ડેવિડ નુનેસનું કહેવું […]

મુદ્રાના અદાણી પોર્ટના માળખાગત વિકાસથી કર્ણાટકના મંત્રી સહિત પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું

ભુજ  :  ગુજરાતની ગણના દેશના ગ્રોથ એન્જિન તરીકે થાય છે. અને તેથી અન્ય રાજ્યોના પ્રતિનિધિ મંડળો ગુજરાતના વિકાસની ઝાંખી કરવા માટે સમયાંતરે આવતા હોય છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસની બાબતમાં દેશનાં અન્ય રાજ્યો માટે રોલ મોડેલ રહ્યું છે. દેશનાં અન્ય રાજ્યો પણ ગુજરાતના વિકાસ વિઝન પરથી પ્રેરણા લઈ રહ્યાં છે. કર્ણાટકના લઘુ-મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશ […]

જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, આ કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમ્મૂ કાશ્મીર-લદ્દાખની મુલાકાત કરશે આગામી 25 થી 27 જુલાઇ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદ જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લેશે 26 જુલાઇના રોજ કારગિલ વિય દિવસ કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકે નવી દિલ્હી: આગામી 25 થી 27 જુલાઇ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ 26 જુલાઇના રોજ દ્રાસ યુદ્વ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા શનિ-રવિની રજામાં 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા

વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે તમામ નિયંત્રણો હળવા કર્યા છે. સાથે પ્રવાસન સ્થળો પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવતા રાજ્યના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓના ભીજ જોવા મળી રહી છે. કોરોનાના ત્રીજા વેવની શક્યતા હોવા છતા લોકો કોઈ દરકાર લેતા નથી. કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ફરવાનું સ્થળ […]

અમિત શાહ દિલ્હી જવા રવાના, હવે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ આજે સવારે  દિલ્હી રવાના થયા હતા. હવે આગામી તા. 16મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અમદાવાદના સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલેરી, નેચર પાર્ક કેટલા પ્રકલ્પનું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર નવનિર્મિત હોટલ અને રેલવે સ્ટેશન […]

યુગાન્ડાના ભારત સ્થિત હાઈકમિશનરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની લીધી મુલાકાત

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનરએ ગાંધીનગરમાં  સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ યુગાન્ડાના હાઈકમિશનરની ટીમને ગુજરાતના […]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદ આવશેઃ અનેક કાર્યકર્તા આપમાં જોડાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં પ્રદેશનું નેતૃત્વ બદલાય ત્યારબાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાથી પ્રભાવિત થયેલા અંતરિયાળ ગામોની મુખ્યપ્રધાને મુલાકાત લઈને સ્થિતિનો ક્યાસ મેળવ્યો

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ આજે ગુરૂવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાત લઈને લોકો સાથે ચર્ચા કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. રૂપાણી આજે સવારે […]

કોરોનાની સ્થિતિ વિકટ બનતા અમિત શાહ આજે અમદાવાદ આવશેઃ સરકારને માર્ગદર્શન આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતી જાય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. શાહ મોડી રાત સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. સૂત્રના કહેવા મુજબ અમિત શાહ 24 એપ્રિલે GMDC ખાતેની નવી કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે, સાથે જ રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે તેમજ આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code