1. Home
  2. Tag "voting"

તલાલા તાલુકાના ચાર ગામના લોકો પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે

તાલાલાઃ  તાલુકાના ગીર જંગલની બોર્ડરનાં છેવાડાનાં ચાર ગામો વાડલા, જાવંત્રી, પાણીકોઠા અને લીમધ્રાના ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનો નિર્ણય લીધો છે. ચાર ગામના લોકોએ પ્રાથમિક સુવિધાઓથી પડતી હાલાકી અંગે તાલાલા મામલતદારને આવેદન આપતા વહિવટીતંત્ર અને ચૂંટણી પંચ દોડતું થઈ ગયું હતું. તાલાલાનાં વાડલા ગામનું મુખ્ય મથક આંકોલવાડી હોય વાડલાના ગ્રામલોકો રોજ-બરોજની જરૂરીયાતનો સામાન ખરીદવા આંકોલવાડી […]

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણીપ્રચારના પડઘમ શાંત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા.1 ડિસેમ્બરના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયાં હતા. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર […]

દેશની વિવિધ જેલોમાં બંધ કેદીઓને ચૂંટણીમાં મતદાનનો અધિકાર આપવાની માંગણી

નવી દિલ્હીઃ દેશની જેલોમાં બંધ કેદીઓને મતદાનનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. પીઆઈએલ દ્વારા કેદીઓને મતદાનથી વંચિત રાખતા લોકપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈની માન્યતાને પડકારવામાં આવી છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ગુજરાતમાં ક્રોસ વોટિંગ, એનસીપીના ધારાસભ્યએ દ્રૌપદી મૂર્મૂ તરફી કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે સવારથી જ વિધાનસભા સંકુલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. દરમિયાન ક્રોસ વોટિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મૂર્મૂ તરફી મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ દ્વારા દ્રૌપદી મૂર્મૂને મદાનમાં ઉતારવામાં આવ્યાં હતા. જ્યારે વિપક્ષએ […]

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું,6 ઓગસ્ટે મતદાન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું ઉમેદવારો 19 જુલાઇ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે 6 ઓગસ્ટે મતદાન થશે દિલ્હી:દેશના નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે 18 જુલાઈના રોજ મતદાન થવાનું છે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે ઉપપ્રમુખની ચૂંટણી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી […]

ભારતઃ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ, 18મી જુલાઈએ મતદાન

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આગામી દિવસોમાં પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તા. 18મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દેશના સર્વોચ્ચ પદની ચૂંટણી માટેની સૂચના 15 જૂને જારી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ બીજા તબક્કામાં 55 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લગભગ 62 ટકા જેટલું મતદાન થયું હતું. દરમિયાન આજે બીજા તબક્કામાં 9 જિલ્લાની 55 બેઠકો ઉપર સવારથી જ મતદાન શરૂ થયું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કેન્દ્રો ઉપર ઉમટી પડ્યાં હતા. અનેક જગ્યાએ ઈવીએમમાં ખામીની ફરિયાદો ઉઠી હતી. હાલ 55 બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. સાંજના 5 […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 58 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 11 જિલ્લાની 58 બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગે કોરોનાની ગાઈડલાઈન અનુસાર મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ 60થી 65 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. તેમજ યોગી સરકારના નવ મંત્રીઓ સહિત 623 જેટલા ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ બપોરના 1 કલાકમાં સુધીમાં સરેરાશ 35 ટકા મતદાન

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પ્રથમ તબક્કામાં 11 જિલ્લાની 58 બેઠકો ઉપર સવારથી મતદાન શરૂ થયું છે. પ્રારંભમાં મતદાનની ગતિ ધીમી જોવા મળી હતી. બપોરના એક વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ 35 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. નોઈડામાં મતદાન ધીમું હોવાનું જાણવા મળે છે. દરમિયાન મતદાનના પ્રથમ બે કલાકમાં આઠ ટકા અને […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 58 બેઠકો ઉપર 2.27 કરોડ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

લખનૌઃ વસ્તીના મામલે સમગ્ર દેશમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં તા. 10મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુરુવારે પશ્ચિમી યુપીના 11 જિલ્લાની 58 સીટો ઉપર મતદાન થશે. મતદાન સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકાશે. ચૂંટણીપ્રચારનો પડઘમ મંગળવારે સાંજે શાંત થયો હતો. 2.25 કરોડથી વધારે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code