1. Home
  2. Tag "Waghodia"

વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરતા 3 કર્મચારીઓને કરંટ લાગ્યો, એકનું મોત

વીજ થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી હાઈટેન્શન લાઈનના વાયરને અડી ગઈ, બે કર્મચારીઓને વીજ કરન્ટથી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો, વડોદરાઃ શહેરના વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની કામગીરી દરમિયાન થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી 11 કેવીની હાઈ-ટેન્શન લાઈનને અડી જતા ત્રણ વીજકર્મીઓને વીજ […]

વાઘોડિયાના જરોદ પાસે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી

મુંબઈથી ઉત્તર પ્રદેશ જઈ રહેલી કારને અકસ્માત નડ્યો, કારમાં સવાર એકનું મોત, ચારને ગંભીર ઈજા, સ્થાનિક લોકોએ કારમાંથી ઘવાયેલા પ્રવાસીઓને બહાર કાઢ્યાં વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે હાઈવે પર મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર પૂરફાટ ઝડપે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને […]

શિક્ષણનો અંતિમ હેતુ રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ : રાજ્યપાલ

વાઘોડિયા સ્થિત ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલનો અમૃત મહોત્સવ રાજ્યપાલએ છાત્રોને સદ્દવિદ્યા અને પ્રાકૃતિક કૃષિનો બોધ આપ્યો હતો વિદ્યાનું અનોખું મહત્વ રહ્યું છે, કોઇ પણ વ્યક્તિનું સાચું ધન વિદ્યા અને જ્ઞાન છે અમદાવાદઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત શૈક્ષણિક સંસ્થા ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આ સંસ્થાને […]

વાઘોડિયામાં 9 મીટરનો મંજુર થયેલો રોડ નાનો બનાવાતા લોકો ચૂંટણી બહિષ્કાર કરશે

વડોદરાઃ શહેરના વાઘોડિયા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્ષથી સાનિધ્ય ટાઉનશિપ રોડ પર વીએમસી દ્વારા 9 મીટરનો રોડ મંજૂર કરવામાં આવેલો હતો, છતાં 4 મીટરનો નાનો રોડ બનાવાતા 12 જેટલી સોસાયટીના રહિશો ઉગ્ર વિરોધ કરીને ચૂંટણી બહિષ્કારનું એલાન આપ્યું છે. સોસાયટીના રહિશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવતા પોલીસ દોડી આવી હતી. અને બેનરો ઉતરી લીધા હતા. પોલીસની કામગીરી સામે […]

વાઘોડિયાની પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો

વડોદરાઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ 7મી મેના રોજ યોજાશે. જેમાં વાઘોડિયા બેઠકનો પણ સમાવેશ થાય છે. વાઘોડિયાની બેઠક પર દબંગ ગણાતા નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવતા ભાજપ કોંગ્રેસ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે ત્રિકોણિયો જંગ જામવાનો હતો. પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચીને […]

ભાજપનું લોટસ ઓપરેશન, અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહનું રાજીનામું, હવે કેસરિયો ખેસ પહેરશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં ફરીવાર પક્ષ પલટાંની મોસમ શરૂ થઈ છે. જેમાં ભાજપ દ્વારા તો ઓપરેશન લોટસને સફળ બનાવવા સત્તવાર કમિટી પણ બનાવી છે. વિપક્ષના સભ્યોને યેનકેન પ્રકારે ભાજપનો ખેસ પહેરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધરાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. વાઘેલા થોડા દિવસોમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. […]

વાઘોડિયાના ગુતાલ ગામે 13 ફુટના મગરને પાંજરે પુરતા વન વિભાગને પરસેવો વળી ગયો

વડોદરાઃ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગમે ત્યારે ગમે ત્યાં મગરો જોવા મળતા હોય છે. આમ તો મગરોનું મુખ્ય રહેઠાણ તો વિશ્વામિત્રી નદી છે. પણ વડોદરા અને વાઘોડિયા તાલુકાના ગામડાંઓના તળાવોમાં પણ મગરો જોવા મળતા હોય છે. વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે 13 ફૂટના મહાકાય મગરના આંટાફેરાથી વિસ્તારમાં છેલ્લા દિવસથી ભયનો માહોલ છવાયો હતો. અગાઉ મગરે […]

ED કે IT જે મોકલવું હોય તે મોકલો, હું કોઈનાથી ડરવાનો નથી, મધુ શ્રીવાસ્તવનો પડકાર

વડોદરા : વાઘોડિયાના ધારાસભ્ય અને બાહુબળી ગણાતા મધુ શ્રીવાસ્તવને ભાજપે આ વખતે ટિકિટ ન આપતા તેઓ બળવો કરીને અપક્ષ તરીકે ઊભા રહ્યા છે. મધુ શ્રીવાસ્તવ કોઈની યે પણ શેહ શરમ રાખ્યા વિના નિવેદનો કરવા માટે કાયમ બિન્દાસ્ત રહેતા હોય છે. તાજેતરમાં તેમણે એવું નિવેદન આપ્યુ હતું કે, મારા કાર્યકર્તાનો કોઈ કોલર પણ પકડશે તો ગું તેના […]

વડોદરાના વાઘોડિયા નજીક કાર ચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતા પિતા-પુત્રી સહિત 3ના મોત

વડોદરાઃ  જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ પાસે મોડી રાત્રે કાર ચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતાં  આ ઘટનામાં પિતા અને માસૂમ પુત્રી સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે અન્ય માતા અને દીકરીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં પિતા અશોક દહિયા, પુત્રી અનન્યા અને મોપેડ ચાલક કમલેશ ઠાકોરનો સમાવેશ થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code