ગુજરાતનો દરિયો તોફાની બનવાના એંધાણ, વિવિધ બંદરો પર ભયસૂચક સિગ્નલ
ગાંધીનગરઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં માવઠુ પડ્યાના વાવડ પણ મળ્યા છે. દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં માવઠાની આગાહી કરી છે. દરિયો તોફાની બનવાની શક્યતા છે. અને તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ મુકવામાં આવ્યા છે. […]