1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળ: સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ સામે EDની કાર્યવાહી, 6 સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પશ્ચિમ બંગાળના સંદેશખાલી સંબંધિત કેસના સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. શુક્રવારે EDએ શાહજહાં શેખ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપમાં કેસ નોંધ્યો હતો. જાણકારી અનુસાર તપાસ એજન્સી હાલમાં શાહજહાં શેખના ઘર અને અન્ય 6 સ્થળો પર દરોડા પાડી તપાસ રહી છે. ED દ્વારા એક જૂના […]

શું બદલાય ગયું છે આરએલડીના જયંત ચૌધરીનું મન? પ. બંગાળમાં આઈપીએસ અધિકારીને ખાલિસ્તાની કહેવા મામલે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલા ઉત્પીડનના મામલાઓની વચ્ચે એક આઈપીએસ અધિકારી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલીનો વીડિયો સોશયલ મીડિયા પર ઘણો વાયરલ છે. આઈપીએસ અધિકારી જસપ્રીતસિંહના વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે તેઓ ખાલિસ્તાની કહેવા પર ઘણા ગુસ્સે છે અને ભાજપના કાર્યકર્તાઓ પર લીગલ એક્શનની વાત કરી રહ્યા છે. આ મામલા પર આરએલડી ચીફ […]

હિંદુ મહિલાઓ પર આવા અત્યાચાર પાકિસ્તાનમાં થાય છે, 30% વોટ માટે બંગાળમાં ઉત્પીડન: સંદેશખાલીને લઈને ભાજપના સાંસદનો બળાપો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીને લઈને ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ટીએમસીના ગુંડા હિંદુ મહિલાઓને ટાર્ગેટ બનાવે છે અને તેમના ઉત્પીડન કરે છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા લોકેટ બેનર્જીએ કહ્યું છે કે દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તે રાજ્ય મહિલાઓ […]

પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ આજથી સાગર પરિક્રમા કાર્યક્રમ યોજાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ 10મી જાન્યુઆરી 2024 થી 11મી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા તબક્કા- XII કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઇવેન્ટ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લાભાર્થીઓ અને અન્ય હિતધારકોને પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને […]

TMCએ પ.બંગાળમાં કૉંગ્રેસને 2 સીટ કરી ઓફર, અધીર રંજને કહ્યુ- અમે મમતા પાસે ભીખ નથી માંગી

કોલકત્તા : ઈન્ડિયા બ્લોકમાં સીટ શેયરિંગ પર સમજૂતદી પહેલા જ વિવાદના અહેવાલ છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ સીધું તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમમે ત્યાં સુધી કહ્યું છે કે મમતા બેનર્જી ગઠબંધન જ ઈચ્છતા નથી. તેઓ મોદીની સેવામાં જ લાગેલા છે. બુધવારે સૂત્રોએ એક મેગેઝીનને જણાવ્યું હતું […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજભવનમાં જાસુસીનો કર્યો આક્ષેપ

કોલકતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનમાં જાસુસીનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તેમણે કોલકાતા સ્થિત ગવર્નર હાઉસમાં જાસુસી મામલે વિશ્વસનીય જાણકારી છે. તેમણે કહ્યું કે, આ અંગે સંબંધિત અધિકારીઓએ નોંધ લીધી છે. જો કે, જાસુસી કોણ કરી રહ્યું છે તે અંગે રાજ્યપાલજીએ કોઈ ખુલાસો કર્યો નથી. સુત્રોના જણાવ્યા […]

પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો,સરકારે સાત જિલ્લામાં ચેતવણી જારી કરી

પશ્ચિમ બંગાળના સાત જિલ્લામાં પૂરની શક્યતા પૂરની શક્યતાને લઈને સરકાર બની એલર્ટ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે પડોશી ઝારખંડના ઉપલા કેચમેન્ટ વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે રાજ્યના સાત જિલ્લાઓમાં પૂરની સંભાવના છે. મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ પશ્ચિમ બર્ધમાન, બાંકુડા, બીરભૂમ, પૂર્વ બર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, હુગલી અને હાવડા જિલ્લાના […]

પશ્ચિમ બંગાળઃ ટીએમસીના આગેવાનની પત્નીનો એકે-47 ગન સાથેનો ફોટો વાયરલ

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ ટીએમસીના પૂર્વ નેતાએ પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ નીમિત્તે પત્નીને ગીફ્ટમાં એકે-47 ગન આપી હતી અને હાથમાં ગન સાથેનો પત્નીનો ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ અંગેનો વિવાદ વકરતા અંતે ટીએમસીના નેતાએ તાત્કાલિક ફોટોગ્રાફ સોશિયલ મીડિયાથી હટાવી લીધો હતો, એટલું જ નહીં પોતાનો બચાવ કરતા કહ્યું કે, પત્નીએ રમકડાંની […]

મિઝોરમ બ્રિજ અકસ્માત: પશ્ચિમ બંગાળના 23 મજૂરોના મોતની આશંકા

આઈઝોલઃ મિઝોરમના આઈઝોલ જિલ્લામાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતાં ત્યાં હાજર 26માંથી 23 મજૂરોના મોતની આશંકા છે. જો કે પોલીસે અત્યાર સુધીમાં 18 મૃતદેહો બહાર કાઢ્યા છે. અધિકારીઓએ કહ્યું કે ત્યાં કામ કરતા ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે, જ્યારે પાંચ લોકો ગુમ છે. તમામ 26 મજૂરો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના […]

પશ્ચિમ બંગાળમાં યુએસ કોન્સ્યુલેટ નજીકથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ

મહિલાની હિલચાલ શંકાસ્પદ લાગતા કરાઈ અટકાયત મહિલાના ભારતીય યુવાન સાથે મહિલાએ કર્યાં છે લગ્ન જાન્યુઆરી 2024માં મહિલના વિઝાની પૂર્ણ થાય છે મુદત નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના હો ચી મિન્હ સારણીમાં યુએસ કોન્સ્યુલેટ પાસેથી પોલીસે શંકાસ્પદ હાલતમાં એક પાકિસ્તાની મહિલાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે મહિલાની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે. મહિલાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code