1. Home
  2. Tag "women"

ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારોઃ 1000 પુરુષોની સામે 1020 મહિલાઓ

દિલ્હીઃ દેશની વસ્તીમાં પ્રથમવાર પુરુષોની સરખામણીએ મહિલાની વસ્તીમાં વધારો જોવા મળી રહી છે. ક્યારેક મિસિંગ વુમનનો સામનો કરતા દેશમાં આ મોટી ખુશીની વાત છે. એટલું જ નહીં પ્રજનનદરમાં પણ ઘટાડો થયો છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે અનુસાર દેશમાં અત્યારે 1000 પુરુષોની સરખામણીએ મહિલાની સંખ્યા 1020 થઈ ગઈ છે. નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ […]

અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કફોડી, હવે એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મહિલાઓ પર વધુ એક પ્રતિબંધ હવે ટીવી ચેનલમાં મહિલા એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય મહિલા અભિનેત્રી કામ કરતી હોય તેવી સિરિયલો પર મૂક્યો પ્રતિબંધ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર જ્યારથી તાલિબાનનો કબ્જો છે ત્યારથી ત્યાં મહિલાઓ પર જુલમ વધી રહ્યો છે અને તેઓ પર અનેક પ્રકારની પાબંધી મૂકવામાં આવી છે. હવે તાલિબાને વધુ […]

ડ્રગ્સની હેરાફેરીમાં હવે મહિલાઓ પણ જોડાઈ, રાંચીમાં ડ્રગ્સ કેસમાં મહિલા સહિત 4ની ધરપકડ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની હેરાફેરીમાં વધારો થયો છે. હવે ડ્રગ્સ તસ્કરીમાં ગ્લેમસરનો ઉમેરો થયો છે. હવે સુંદર મહિલાઓ ડ્રગ્સની તસ્કરી કરવાની સાથે વેચાણ કરતી હોવાનું મનાઈ રહ્યું છે. દિલ્હીમાં મૉડલિંગ કરતી જ્યોતિ ભારદ્વાજ પકડાયા બાદ રાંચી પોલીસે અન્ય મહિલા તસ્કર રિઝવાના તાજ સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. પોલીસે રિઝવાના તથા અન્ય ત્રણ […]

સુપ્રીમકોર્ટની ફટકાર બાદ સેનાનો નિર્ણય, 11 મહિલા અધિકારીને આપશે કાયમી કમિશન

સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનને લઇને સુપ્રીમ કોર્ટ ફરી સેનાને ઝાટકી આ ઝાટકણી બાદ સેના 11 મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર અગાઉ 72 મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી કરી હતી નવી દિલ્હી: સેનાએ સુપ્રીમ કોર્ટના આદેશને અવગણીને સેનામાં મહિલાઓને હજુ સુધી કાયમી કમિશન નહોતું આપ્યું. આજે ફરીથી સુપ્રીમ કોર્ટે સેનાની ફટકાર લગાવી હતી અને કહ્યું […]

મહિલાઓએ સોશિયલ મીડિયા મારફતે થતો અત્યાચાર સહન કરવા ન જોઈએ: સાયબર ક્રાઈમ

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સામે સાયબર ક્રાઈમના ગુનામાં પણ વધારો થયો છે. એટલું જ નહીં યુવાનો સોશિયલ મીડિયાના મારફતે સગીરા અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા હોવાના અનેક કિસ્સા સામે આવે છે. દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ખાસ ટીપ આપી છે જે સામાન્ય પાલન કરવાથી અનેક મુસીબતોથી બચી […]

અમદાવાદના ઈન્દિરા બ્રિજના ઘાટ પર બુધવારે ઉત્તર ભારતની મહિલાઓ છઠની પૂજા કરશે

અમદાવાદઃ શહેરમાં ઉત્તર ભારતની બહેનો દ્વારા દરવર્ષે છઠની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે આવતીકાલે છઠ પૂજા હોવાથી પૂજા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના એરપોર્ટ પાસે ઈન્દિરા બ્રિજના ઘાટ પાસે દર વર્ષે ઉત્તર ભારતની બહેનો છઠ પૂજા કરતી હોય છે. જો.કે ગત વર્ષે કોરોનાના કારણે આ પૂજાનું આયોજન થઈ શક્યું નહોતું. […]

રાજસ્થાનમાં શોલે ફિલ્મના દ્રશ્યો થયા તાજાઃ મહિલા ન્યાયની માંગણી સાથે પાણીના ટાંકા ઉપર ચડી

દિલ્હીઃ બોલીવુડની સુપરહિટ ફિલ્મ શોલેમાં બસંતી સાથે લગ્નને લઈને વીરુનુ પાત્ર ભજવતા ધર્મેન્દ્ર પાણીની ટાંકી ઉપર ચડી જાય છે. આવો જ બનાવ રાજસ્થાનમાં જોવા મળ્યો છે. રાજસ્થાનાના સીકરમાં કટરાથલ ગામમાં એક મહિલા પાણીના ટાંકા ઉપર ચડી ગઈ હતી. જમીન વિવાદમાં ન્યાયની માંગણી સાથે મહિલા પાણીના ટાંકા ઉપર ચડી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

અરવલ્લીઃ મહિલાઓને લોન આપવાના બહાને લાખોની ઠગાઈ

અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં સખી મંડળની 100થી વધારે મહિલાઓ સાથે લોન અપાવવાના બહાને છેતરપીંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અજાણ્યા શખ્સોએ લોનના બહાને લાખોની છેતરપીંડી કરી હોવાની ઘટના પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. પોલીસે ગુનો નોંધીને છેતરપીંડી આચરનારાઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં સખી મંડળની બહેનોનોને એક ફાઇનાન્સ સર્વિસ લોનના નામે […]

રાજ્યની જેલોમાં ગંભીર ગુનાના ન હોય તેવા મહિલા, વયોવૃદ્ધ, કેદીઓને 15 દિવસના પેરોલ અપાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં જેલના કેદીઓને 15 દિવસના પેરોલ આપવાનો મહત્વનો નિર્ણય લઈને કેદીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી સરકારે  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ […]

ભાવનગર જિલ્લામાં પુરૂષોની તુલનામાં મહિલાઓમાં 14 ટકા ઓછું વેક્સિનેશન

ભાવનગરઃ રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના રોગચાલો કાબુમાં આવી ગયો છે. બીજીબાજુ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે વેક્સિનેશન ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કોરોના રસીકરણ આગળ ધપી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 10 તાલુકામાં કુલ 18,92,304 લોકોએ કોરોના વિરૂદ્ધ રસીકરણ કરાવ્યું છે. જેમાં પુરૂષોમાં રસીકરણ 10,14,827 થયું છે અને મહિલાઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code