
જાણો શું હોય છે Teleprompter, કેવી રીતે કામ કરે છે? જેનાથી દિગ્ગજ નેતાઓ આપે છે સંબોધન
નવી દિલ્હી: પીએમ મોદીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં ભાગ લીધો હતો ત્યારે આ વર્ચ્યુઅલ સમિટ દરમિયાન પીએમ મોદી કોઇ અડચણને કારણે સંબોધન અધવચ્ચેથી જ પડતું મૂકવાની નોબત આવી હતી. હાલમાં સોશિયલ મીડિયામાં આનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
પીએમ મોદીને સંબોધન રોકવું પડ્યું તેમના માટે ટેલિપ્રોમ્પટરને જવાબદાર માનવામાં આવે છે. જો કે પીએમ મોદીને કઇ અડચણ આવી હતી તેને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ વિપક્ષ તેને ટેલિપ્રોમ્પટરની મુશ્કેલી ગણાવી રહ્યું છે. જો કે બીજેપી નેતાઓ આ ટેકનિકલ ગ્લિચ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તરફથી હતું તેવું બીજેપી નેતાઓનું કહેવું છે.
આ જે ટેલિપ્રોમ્પટરની વાત થઇ રહી છે, તેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે તો ચાલે આજે અમે આપને તેના વિશે જણાવીશું.
ટેલિપ્રોમ્પટર એ એક ડિસપ્લે ડિવાઇસ છે જે કોઇ વ્યક્તિને સ્પીચ કે સ્ક્રિપ્ટ વાંચવામાં મદદરૂપ થાય છે. મોટા ભાગે તેનો ઉપયોગ ટેલિવિઝન રૂમમાં થાય છે. આ સ્ક્રીન વીડિયો કેમેરાથી થોડે નીચે હોય છે. જેને જોઇને પ્રેઝન્ટર પોતાની સ્પીચ કે સ્ક્રિપ્ટને વાંચે છે.
જોકે પ્રધાનમંત્રી અને બીજા મોટા નેતાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતું Teleprompter થોડું અલગ હોય છે. તમે ક્યારેય લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળ્યું છે. જો તમે ધ્યાનથી જોયું હશે તો પ્રધાનમંત્રીની આસપાસ એક ગ્લાસ પેનલ જોવા મળે છે. ઘણા લોકો તેને બુલેટ પ્રૂફ ગ્લાસ સમજે છે. જ્યારે હકીકતમાં તે એક ટેલિપ્રોમ્પટર હોય છે.
નેતાઓ માટેના ટેલિપ્રોમ્પટરને કોન્ફરન્સ ટેલિપ્રોમ્પટર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં LCD મોનિટર નીચે હોય છે. જેનું ફોકસ ઉપરની તરફ રહે છે. પ્રેઝન્ટરની આસપાસ ગ્લાસ લાગેલા હોય છે. જેને એ રીતે અલાઇન કરવામાં આવે છે કે LCD મોનિટર પર ચાલી રહેલ ટેક્સ્ટ તેના પર રિફ્લેકટ થાય.
આ રીતે થાય છે કંટ્રોલ
નોંધનીય છે કે, સ્પીચની સ્પીડને એક ઓપરેટર દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. જે બોલનારાને ધ્યાનથી સાંભળે છે અને તેમની સ્પીચને ફોલો કરે છે. જ્યારે સ્પીકર પોતાના સંબોધનને રોકે છે, ત્યારે ઓપરેટર ટેક્સ્ટને રોકી દે છે. જોકે ઓડિયન્સને તે ટેક્સ્ટ જોવા મળતાં નથી. તે માત્ર ગ્લાસ અને તેની પાછળ ઉભેલા સ્પીકરને જ જોવા મળે છે.