1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે આ દિવસે થશે રિલીઝ
અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે આ દિવસે થશે રિલીઝ

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે આ દિવસે થશે રિલીઝ

0
Social Share
  • અક્ષય કુમારે શેર કર્યું બચ્ચન પાંડેનું નવું પોસ્ટર
  • ફિલ્મ હોળી પર થશે રિલીઝ
  • અક્ષયની સાથે જોવા મળશે કૃતિ સેનન

મુંબઈ:અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મના નવા પોસ્ટર શેર કરતા અક્ષયે રિલીઝ ડેટ જણાવી. અભિનેતાએ જણાવ્યું કે,આ ફિલ્મ આ વર્ષે 18 માર્ચે રિલીઝ થશે.આ ફિલ્મ હોળીના અવસર પર આવી રહી છે. એક પોસ્ટરમાં અક્ષય એકલો જોવા મળી રહ્યો છે અને તેની પાસે બંદૂક અને અન્ય હથિયારોવાળી બેગ છે.

બીજા પોસ્ટરમાં અક્ષય કેટલાક ગુંડાઓ સાથે ટ્રકમાં બેઠો છે અને દરેકના હાથમાં હથિયાર છે. પોસ્ટર શેર કરતા અક્ષયે લખ્યું, એક્શન, કોમેડી, રોમાન્સ, ડ્રામા થશે આ હોળી પર. આ ફિલ્મ આવી રહી છે 18 માર્ચ 2022ના રોજ

બચ્ચન પાંડે એક ગેંગસ્ટર પર આધારિત ફિલ્મ છે. તેમાં અક્ષયની સાથે કીર્તિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, પંકજ ત્રિપાઠી અને પ્રતિક બબ્બર છે.

ફિલ્મમાં અક્ષય ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે,જ્યારે કૃતિ સેનન એક પત્રકારનો રોલ કરી રહી છે જે હવે ડિરેક્ટર બનવા માંગે છે.

અગાઉ, વર્ષ 2020 માં ક્રિસમસના અવસર પર આ ફિલ્મને રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી, પરંતુ કોવિડને કારણે, ફિલ્મ સ્થગિત થઈ ગઈ અને હવે આ ફિલ્મ આ વર્ષે હોળી પર રિલીઝ થશે.

આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. શૂટનો એક ભાગ જેસલમેરમાં કૃતિ અને અક્ષય સાથે પૂર્ણ થયો હતો. જેકલીન ફર્નાન્ડિઝે પણ અક્ષય સાથે જેસલમેરમાં એક ભાગ શૂટ કર્યો હતો.બચ્ચન પાંડેનું નિર્દેશન ફરહાદ સામજી દ્વારા કરવામાં આવ્યું છે અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code