1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં આ સપ્તાહે લૉન્ચ થશે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ગેમ, યૂઝર્સને આપશે શાનદાર અનુભવ
ભારતમાં આ સપ્તાહે લૉન્ચ થશે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ગેમ, યૂઝર્સને આપશે શાનદાર અનુભવ

ભારતમાં આ સપ્તાહે લૉન્ચ થશે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ગેમ, યૂઝર્સને આપશે શાનદાર અનુભવ

0
Social Share
  • ભારતમાં ગેમ્સના શોખીનો માટે ખુશીના સમાચાર
  • આ સપ્તાહે લૉન્ચ થશે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ
  • 18 જૂનના રોજ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા લૉન્ચ થાય તેવી સંભાવના

નવી દિલ્હી: ભારતમાં ગેમ રમવાના શોખીનો માટે એક ગૂડ ન્યૂઝ છે. ભારતમાં ટૂંક સમયમાં જ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ લૉન્ચ થઇ શકે છે. ક્રાફટન કંપની આ ગેમથી જોડાયેલી દરેક માહિતી ટીઝરથી આપી રહી છે. 18 જૂનના રોજ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા લૉન્ચ થાય તેવી સંભાવના છે.

ભારતમાં PUBG પર પ્રતિબંધ બાદ ગેર્મ્સ સતત નવો વિકલ્પ શોધી રહ્યા છે ત્યારે તેઓને આ સપ્તાહના અંતમાં બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા મળશે. જે ગેર્મ્સને બહેતર અનુભવ કરાવશે.

લોન્ચિંગ થયા બાદ થોડાક મહિના માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ જ આ ગેમને રમી શકશે. iOSમાં આ ગેમને ડાઉનલોડ નહીં કરી શકાય. કંપની અનુસાર અમે હજુ આ ગેમ પર કામ કરી રહ્યા છે. એન્ડ્રોઇડ બાદ iOS માટે ગેમ લોન્ચ કરાશે.

આપને જણાવી દઇએ કે 18 મેથી બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા માટે પ્રિ-રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેનાથી યૂઝર્સને ગેમ અંગે અપડેટ મળશે. પ્રિ-રજીસ્ટ્રેશનથી યૂઝર્સમાં ગેમની ઉત્સુકતા વિશે જાણી શકાય છે. તમે પ્લે સ્ટોર પર રજીસ્ટર કરી શકો છો.

આ ગેમ 600 MB સુધીની હોઇ શકે છે. સાથે જ ગેમ રમવા માટે તમારા ફોનમાં 2 GB RAM અને એન્ડ્રોઇડ 5.1 અથવા તેનાથી વધારેનું વર્ઝન હોવું જોઇએ.

કોઈ પણ યુઝર આ કેમ 3 કલાકથી વધારે નહીં રમી શકે. જેના કારણે બાળકોના માતા-પિતાને મહદ અંશે રાહત મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code