1. Home
  2. ગુજરાતી
  3. ટૂંક સમયમાં બંધ થઇ જશે આ સ્માર્ટફોન્સ, કશુ નહીં કરી શકો, તમારી પાસે આ ફોન નથી ને?
ટૂંક સમયમાં બંધ થઇ જશે આ સ્માર્ટફોન્સ, કશુ નહીં કરી શકો, તમારી પાસે આ ફોન નથી ને?

ટૂંક સમયમાં બંધ થઇ જશે આ સ્માર્ટફોન્સ, કશુ નહીં કરી શકો, તમારી પાસે આ ફોન નથી ને?

0
Social Share
  • બ્લેકબેરી યૂઝર્સ માટે માઠા સમાચાર
  • ટૂંક સમયમા કંપની નીચેના ફોન પરનો સપોર્ટ પાછો ખેંચી રહી છે
  • ક્યાંક તમારો ફોન તો યાદીમાં નથી ને?

નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનની જ બોલબાલા છે. આઇફોન આજે સ્માર્ટફોનની દુનિયામાં સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે,જો કે, તમને ભાગ્યે જ ખબર હશે કે આજથી લગભગ એક દાયકા પહેલા આઇફોન નહીં, પરંતુ એક બીજો ફોન માર્કેટમાં હતો. જેને લોકો સ્ટેટસ સિમ્બોલની જેમ જોતા હતા.

આ ફોનનું નામ હતું Blackberry. Blackberry કંપનીનો ફોન ખૂબ જ પ્રખ્યાત હતો કે મોટા ભાગના યૂઝર્સ માટે તે હતો. જો કે સમય સાથે ટેક્નોલોજી બદલાતા હવે બ્લેકબેરી ફોનનો જમાનો નથી રહ્યો અને હવે આ ફોન પોપ્લુયર ફોનની યાદીમાંથી પણ બહાર નીકળી ગયો છે.

જો કે તમે પણ આ ફોન હોય તો તેનો સારી રીતે ઉપયોગ કરતા હશો પરંતુ હવે આમ કરી શકશો નહીં. Blackberry ફોનનો ઉપયોગ કરતા લોકો માટે ખરાબ સમાચાર છે. અત્યાર સુધી, કંપની આ જૂના ફોનને સપોર્ટ આપતી હતી. જો કે, હવે તે સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. હવે કંપની આ સપોર્ટ પાછું લેવાનું વિચારી રહી છે. ત્યારબાદ કંપનીના જૂના સ્માર્ટફોન કામ વગરના થઇ જશે અને તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં.

હવે ટૂંક સમયમાં કંપની નીચે આપેલા બ્લેકબેરી ફોન પરથી સપોર્ટ પાછો ખેંચી રહી છે.

કંપનીએ કરેલી સત્તાવાર જાહેરાત અનુસાર, કંપની હવે Blackberry OS, 7.1. OS, પ્લેબુક ઓએસ 2.1 સીરિઝ અને બ્લેબેરી 10 પર ચાલતા સ્માર્ટફોન પર સપોર્ટ ઓફર કરશે નહીં. એવામાં હવે આ સ્માર્ટફોનને ગ્રાહક ચલાવી શકશે નહીં અને માત્ર શોપીસ બની જશે. હવે જે યૂઝર્સ આ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં છે તેને તેના માટે અપડેટ પણ આપવામાં આવશે નહીં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code