1. Home
  2. ગુજરાતી
  3. હવે ફોન જોયા વગર ખબર પડશે કોનો આવ્યો વોટ્સએપ મેસેજ, આવ્યું વોટ્સએપનું આ અફલાતૂન ફીચર
હવે ફોન જોયા વગર ખબર પડશે કોનો આવ્યો વોટ્સએપ મેસેજ, આવ્યું વોટ્સએપનું આ અફલાતૂન ફીચર

હવે ફોન જોયા વગર ખબર પડશે કોનો આવ્યો વોટ્સએપ મેસેજ, આવ્યું વોટ્સએપનું આ અફલાતૂન ફીચર

0
Social Share
  • વોટ્સએપનું અફલાતૂન ફીચર
  • હવે ચોક્કસ સંપર્ક માટે ચોક્કસ રિંગટોન કરો સેટ
  • આ રીતે આ ફીચર કરો એક્ટિવેટ

નવી દિલ્હી: વોટ્સએપ વર્ષ દરમિયાન અનેકવાર નવા નવા ફીચર્સ પોતાના યૂઝર્સ માટે લૉંચ કરતું રહે છે. વોટ્સએપ નવા નવા ફીચર્સ સમયાંતરે રજૂ કરીને જ પોતાની લોકપ્રિયતા અકબંધ રાખવામાં સફળ રહ્યું છે.

વોટ્સએપમાં સામાન્યપણે કોઇનો પણ મેસેજ આવે ત્યારે એક જનરલ રિંગટોન બીપ થતી હોય છે, પરંતુ હવે વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે નવું ફીચર લાવ્યું છે જેનાથી ચોક્કસ સંપર્ક માટે તમે સ્પેશિયલ નોટિફિકેશન સાઉન્ડ સેટ કરી શકો છો.

વોટ્સએપમાં સ્પેશિયલ નોટિફિકેશન સાઉન્ડ સેટ કરીને યૂઝર્સ ફોનને જોયા વગર જાણી શકશે કે કોનો મેસેજ આવ્યો છે. વોટ્સએપમાં તમે આ ઉપરાંત ટોન, વાઇબ્રેશન, પોપઅપ અને લાઇટ જેવી કેટેગરીઝ માટે સૂચનાઓને પણ કસ્ટમાઇઝ કરી શકો છો.

આ રીતે તમે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો

સૌપ્રથમ વોટ્સએપ ખોલો

ત્યારબાદ કોઇપણ એક સંપર્ક પસંદ કરો જેના માટે તમે સ્પેશિયલ નોટિફિકેશન સેટ કરવા ઇચ્છુક છો

તે કોન્ટેક્ટના ચેટ બોક્સમાં જઇને તમારા ખૂણા પરના ત્રણ ડોટ્સ પર ટેપ કરવાનું રહેશે

આ પછી તેમાં View Contactsનો વિકલ્પ મળશે

તેના પર ક્લિક કરો

આ પછી તમારી સામે આવેલા પેજમાં કસ્ટમ નોટિફિકેશનનો વિકલ્પ જોઇ શકાશે

આ બાદ તમે કોઇપણ ચોક્કસ સંપર્ક માટે કોઇપણ ટોન પસંદ કરી શકો છો

સંદેશ અને સૂચનાઓને આ રીતે કસ્ટમાઇઝ કરીને આ ફીચરનો ઉપયોગ કરી શકો છો

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code