1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર, હવે Sent મેસેજ 7 દિવસ પછી પણ ડિલીટ કરી શકાશે
વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર, હવે Sent મેસેજ 7 દિવસ પછી પણ ડિલીટ કરી શકાશે

વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર, હવે Sent મેસેજ 7 દિવસ પછી પણ ડિલીટ કરી શકાશે

0
Social Share
  • વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર
  • હવે 7 દિવસ પછી પણ Sent મેસેજ ડિલીટ કરી શકાશે
  • ટૂંક સમયમાં ફીચર રૉલ આઉટ થશે

નવી દિલ્હી: વોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી અનેક નવા ફીચર્સ રોલ આઉટ કરીને માર્કેટમાં ફરીથી નંબર વન સ્પોટ પર બનવા પ્રયાસરત છે. તાજેતરમાં જ વોટ્સએપના એક નવા સુધારા માટેના ન્યૂઝ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વોટ્સએપ હવે મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનો સમય વધારીને એક સપ્તાહ એટલે કે 7 દિવસનો કરવા જઇ રહ્યું છે.

અત્યારે વોટ્સએપ જે ફીચર આપી રહ્યું છે તેમાં ડિલીટ ફોર એવરીવન ફીચર અંતર્ગત 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ સુધી જ મેસેજ ડિલિટ કરી શકાય છે. હવે વોટ્સએપ એવું ફીચર ડેવલપ કરી રહ્યું છે કે, જેનાથી તમે 7 દિવસ 8 મિનિટ જૂના મેસેજને પણ ડિલીટ ફોર એવરીવન કરી શકશો. પહેલા એન્ડ્રોઇડ અને બાદમાં iOS યૂઝર્સ માટે આ ફીચર રૉલ આઉટ કરાશે.

WABetaInfoના રિપોર્ટ અનુસાર, આગામી દિવસોમાં 1 કલાક 8 મિનિટ 16 સેકન્ડ કરતા જૂના મેસેજ પણ ડિલીટ ફોર એવરીવન કરી શકાશે. વોટ્સએપ હવે આ લિમિટને 7 દિવસ 8 મિનિટ સુધી વધારવા પર કામ કરી રહ્યું છે.

હાલ આ ફીચર અંડર ડેવલપમેન્ટ પ્રોસેસમાં છે. અંડર ડેવલપમેન્ટમાં હોવાને કારણે હાલ વોટ્સએપ તેના પ્લાનમાં અનેક વખત ફેરફાર કરી શકે છે. શક્ય છે કે ઓફિશિયલ અથવા નવી અનાઉન્સમેન્ટ સુધી તેમાં ફેરફાર જોવા મળે.

વોટ્સએપ દ્વારા ફ્લેશ કોલ અને મેસેજ લેવલ રિપોર્ટિંગના ફીચર પણ આપવામાં આવ્યા છે. આ બંને નવા ફીચર ભારતીય યૂઝર્સ માટે એન્ડ્રોઈડ ડિવાઈસ પર રોલઆઉટ કરવામાં આવ્યા છે.

ખાસ કરીને ફ્લેશ કોલની સુવિધા એવા લોકો માટે ઉપયોગી બની રહેશે જે વારંવાર પોતાનો સેલફોન બદલતા હોય છે. મેસેજ લેવલ રિપોર્ટિંગમાં જરૂર પડે ત્યારે મેસેજને ફ્લેગ કરવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code