
અંગ્રેજી ઉપરાંત અન્ય ભારતીય ભાષામાં પણ વોટ્સએપ યૂઝ થઇ શકે છે, તે માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો
- અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં પણ વોટ્સએપ ચલાવી શકાય
- અનેક ભારતીય ભાષામાં વોટ્સએપ ઉપલબ્ધ છે
- તે માટે નીચે આપેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો
નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય એપ છે. તે અંગ્રેજી ભાષા ઉપરાંત અનેક ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. ભારતીય લોકો તેને અનેક ભાષામાં ઉપયોગ કરી શકે છે. આજે અમે આપને વોટ્સએપની ભાષા કેવી રીતે બદલાય તે અંગે જણાવીશું.
વોટ્સએપની ભાષા બદલવાની બે રીત હોય છે. પહેલા તો તમે સ્માર્ટફોનની ભાષા બદલીને વોટ્સએપની ભાષા બદલી શકો છો. કારણ કે વોટ્સએપ ફોનની ડિફોલ્ટ ભાષામાં રૂપાતંરિત થાય છે. આવી સ્થિતિમાં, તમે મોબાઇલ સેટિંગ્સમાં જઇને ભાષા શોધી શકો છો અને ત્યારબદા તમારી પસંદગીની ભાષા બદલી શકો છો.
તે ઉપરાંત વોટ્સએપ યૂઝર્સ વોટ્સએપની અંદર સેટિંગ્સમાં જઇને પણ ભાષા બદલી શકે છે. આ માટે વોટ્સએપમાં સેટિંગ્સમાં જાઓ. અહીંયા ચેટ્સ પર ટેપ કરવું પડશે અને એપ્લિકેશનની ભાષા પસંદ કરવી પડશે. હવે તમે તમારી ભાષા પસંદ કરી શકો છો.
સૌથી પહેલા ફોનના સેટિંગમાં જાઓ. તે પછી સિસ્ટમ પર જાઓ. અહીં, ભાષા અને ઇનપુટ પર જાઓ, જ્યાં વિવિધ ભાષાઓ દેખાશે. અહીં યૂઝર્સે તેના પર ટેપ કરીને એડ લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે, હવે તમારી ભાષા બદલાઇ જશે.
આઇફોનમાં પણ ભાષા બદલી શકાય છે. આઇફોન યૂઝર્સની ભાષા બદલવા માટે પહેલા ફોનના સેટિંગમાં જાઓ. તે પછી જનરલ પર જાઓ. આ પછી ભાષા અને રીઝન પર જાઓ. અહીં iPhone લેંગ્વેજનો વિકલ્પ મળશે. હવે ભાષા પસંદ કરો અને તેને બદલી શકો છો.