
- વોટ્સએપનું નવું દમદાર ફીચર
- હવે વોટ્સએપ પર તમે ઑનલાઇન દેખાશો નહીં
- આ છે તેની ખાસિયત
નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સની સિક્યોરિટી માટે અનેક સિક્યોરિટી ફીચર્સ યૂઝર્સને પ્રદાન કરે છે. વોટ્સએપ હંમેશા પોતાના યૂઝર્સની ચેટ, સ્ટેટ્સ, પ્રોફાઇલ પિક્ચર જેવી જાણકારી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. નવા અપડેટ દ્વારા પણ વોટ્સએપે આ પ્રકારનું ફીચર જારી કર્યું છે. આ નવા ફીચર અનુસાર જો કોઇ વ્યક્તિ તમને વોટ્સએપમાં પ્રથમવાર મેસેજ મોકલે છે તો તે વ્યક્તિને તમારું લાસ્ટ સીન અને ઑનલાઇન સ્ટેટસ દેખાશે નહીં.
વાત એમ છે કે, ટ્વિટર પર એક યૂઝરે વોટ્સએપને પૂછ્યું કે શું કોઈને એવી સમસ્યા આવી રહી છે જેમાં તે કોન્ટેક્ટ્સનું Last Seen ચેક કરી શકતો નથી. જવાબમાં એક યૂઝરે તે મામલામાં વોટ્સએપ સપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં નવા સિક્યોરિટી ફીચર વિશે જણાવવામાં આવ્યું છે.
વોટ્સએપ અનુસાર અમારા યૂઝર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટીમાં સુધાર કરવા માટે, જેને તમે જાણતા નથી કે જેની સાથે વોટ્સએપ ચેટ થયું નથી, તે લોકો માટે તમારૂ લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટસ જોવું મુશ્કેલ બની રહ્યું છે. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે નવું પ્રાઇવેસી ફીચર યૂઝર્સના મિત્રો, પરિવાર અને એવા અન્ય લોકો માટે કંઈ બદલશે નહીં, જેની સાથે તે પહેલાથી ચેટ કરી ચુક્યા છે.
અત્રે જણાવવાનું કે. ઓછા લોકો જાણતા હતા કે એવી ઘણી થર્ડ પાર્ટી એપ્સ છે જે વોટ્સએપ કોન્ટેક્ટની લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટસ ચેક કરી શકે છે. પોતાના યૂઝર્સની સિક્યોરિટી માટે વોટ્સએપે આ પ્રાઇવેસી ફીચર જાહેર કર્યું છે. આ સિવાય તે અજાણ્યા લોકોથી પણ તમારી જાણકારી સુરક્ષિત રાખે છે.