1. Home
  2. ગુજરાતી
  3. ટ્વિટરની પ્રતિસ્પર્ધી ભારતીય કંપની ‘કૂ’એ આટલી રકમ કરી એકત્ર, આ કંપનીઓએ કર્યું રોકાણ
ટ્વિટરની પ્રતિસ્પર્ધી ભારતીય કંપની ‘કૂ’એ આટલી રકમ કરી એકત્ર, આ કંપનીઓએ કર્યું રોકાણ

ટ્વિટરની પ્રતિસ્પર્ધી ભારતીય કંપની ‘કૂ’એ આટલી રકમ કરી એકત્ર, આ કંપનીઓએ કર્યું રોકાણ

0
Social Share
  • ટ્વિટરની હરીફ ભારતીય કંપનીએ કૂએ રકમ એકત્ર કરી
  • ભારતીય કંપની કૂએ 218 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું એકત્ર
  • 3 કરોડ ડૉલરમાં ટાઇગર ગ્લોબલે પણ રોકાણ કર્યું છે

નવી દિલ્હી: હાલમાં જો ટ્વિટરને જો કોઇ કડી ટક્કર આપતું હોય તો તે ભારતમાં નિર્મિત કૂ એપ છે. ભારતીય કંપની કૂએ તાજેતરમાં જ 218 કરોડ રૂપિયાનું રોકાણ એકત્ર કર્યું છે. કંપનીએ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. 3 કરોડ ડૉલરમાં ટાઇગર ગ્લોબલે પણ રોકાણ કર્યું છે.

3 કરોડ ડૉલરના રોકાણમાં ટાઇગર ગ્લોબલ ઉપરાંત કંપનીના વર્તમાન રોકાણકારો એક્સેલ પાર્ટનર, કલારી કેપિટલ, થ્રીવનફોર કેપિટલ, બ્લૂમ વેન્ચર્સ અને ડ્રીમ ઇન્ક્યુબેટરનું રોકાણ પણ સામેલ છે.

આઇઆઇએફએલ અને મિરાઇ એસેટ્સ કૂના નવા રોકાણકારો બન્યા છે. ઉલ્લેખનીય છે કૂને નવું રોકાણ એવા સમયે મળ્યું છે કે નવા નિયમોને કારણે ટ્વિટર અને ફેસબુક સહિતની સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધી છે.

આપને જણાવી દઇએ કે ભારતીય કંપની કૂના હાલમાં 60 લાખ એક્ટિવ યૂઝર્સ છે અને તેના યૂઝર્સમાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને ભારતીય યૂઝર્સમાં આ એપ વધુને વધુ લોકપ્રિય થઇ રહી છે. તાજેતરમાં કૂએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જારી કરાયેલા નવા દિશા નિર્દેશો અનુસાર પ્રાઇવસી પોલિસી, વપરાશની શરતો અને કોમ્યુનિટી ગાઇડલાઇન્સમાં ફેરફાર કર્યા છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતની પોતાની માઇક્રોબ્લોગિંગ એપે સિરિઝ બી ફંડિગમાં 3 કરોડ ડોલર એક્ત્ર કર્યા છે. જેમાં સૌથી વધુ રોકાણ ટાઇગર ગ્લોબલનું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code