1. Home
  2. ગુજરાતી
  3. ચીનને ફટકો, ભારતમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી ઘટી, સ્થાનિક એપ્સનું વર્ચસ્વ વધ્યું
ચીનને ફટકો, ભારતમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી ઘટી, સ્થાનિક એપ્સનું વર્ચસ્વ વધ્યું

ચીનને ફટકો, ભારતમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી ઘટી, સ્થાનિક એપ્સનું વર્ચસ્વ વધ્યું

0
Social Share
  • વર્ષ 2020માં ભારતીય બજારમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી ઘટી
  • વર્ષ 2020માં ભારતીય બજારમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી 29 ટકા ઘટી
  • ભારતીય એપ્સની બજાર હિસ્સેદારી 40 ટકા થઇ ગઇ

નવી દિલ્હી:  વર્ષ 2020માં ભારત-ચીન તણાવ બાદ ભારતીય બજારમાં ચાઇનીઝ એપ્સની બોલબાલા તેમજ માર્કેટ હિસ્સેદારી ઘટી છે જ્યારે ઇન્સ્ટોલ નંબરને આધારે દેશી એપ્સનું વર્ચસ્વ વધ્યું છે. મોબાઇલ વર્ક રિલેશન અને માર્કેટ એનાલિસિસની સંસ્થા એપ્સફ્લાયરના રિપોર્ટ સ્ટેટ્સ ઓફ એપ માર્કેટિંગ ઇન ઇન્ડિયા 2021માં કહેવામાં આવ્યું છે કે અર્ધ-શહેરી ક્ષેત્રોની મદદથી ભારતની એપ ઇકોનોમીમાં વધારો થયો છે અને સ્થાનિક એપ્સે વિદેશી કંપનીઓને પાછળ છોડીને મોબાઇલ બજારની હિસ્સેદારીમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચાઇનીઝ એપ્સની કુલ બજાર હિસ્સેદારી 29 ટકા ઘટી ગઇ છે. જ્યારે ભારતીય એપે 2020માં તકનો ફાયદો ઉઠાવ્યો હતો જેના ફળ સ્વરૂપ તેની બજાર હિસ્સેદારી 40 ટકા થઇ ગઇ છે. ઝડપથી વધી રહેલ બજારમાં ઇઝરાયેલ, અમેરિકા, રશિયા અને જર્મનીના એપ મજબૂતિથી આગળ વધી રહ્યા છે તેમજ ચીનને પડકાર ફેંકવા માટે તૈયાર છે.

અભ્યાસ અનુસાર, 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર, 2020 વચ્ચે ભારતમાં કુલ 7.3 અબજ ઇન્સ્ટોલેશનનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જેમાં મનોરંજન, ફાઇનાન્સ, શોપિંગ, ગેમિંગ, ટ્રાવેલ, ન્યૂઝ, ફૂડ તેમજ બેવરેજ અને યુટિલિટીથી સંબંધિત 4519 એપ્સ સામેલ છે.

મહત્વનું છે કે ભારત સરકારે જૂનમાં ટિકટોક સહિતની અન્ય ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ મેડ ઇન ઇન્ડિયા શોર્ટ એપ્સ જેવી કે ચિંગારી, રોપોસો તેમજ અન્ય એપ્સના ડાઉનલોડિંગમાં વધારો થયો છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code