
- મિઝોરમ જંગલામાં આગની ઘટના
- કેટલાક જીલ્લાઓ આગની ઝપેટમાં
મિઝોરમના આઠ જેટલા જંગલોમાં મોટા પ્રમાણમાં ભયંકર આગ લાગવાની ઘટના બનવા પામી છે, આ આગની લપેટમાં ઘણા જિલ્લાઓને માઠી અસર થઈ છે. શનિવારે રાત્રે લાગેલી આગમાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નહોતી. પરંતુ જંગલો અને જમીનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે.
મળતી માહિતી પ્રમાણે મ્યાનમારની સરહદને અડીને આવેલા લ્વાંગલાઈ જિલ્લામાં 12 મકાનો આગની લપેટમાં આવ્યાની જાણકારી મળી છે, જંગલોમાં લાગેલી આગ રાજ્યની કુલ 110 ગ્રામ પંચાયત વિસ્તારોમાં ફેલાયેલી જોવા મળી છે.
રાજ્યના આપત્તિ પ્રબંધન અને પુનર્વાસ વિભાગના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી જોરામથંગાએ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારની મદદ માંગી છે અને ભારતીય વાયુ સેનાનો સંપર્ક પણ કર્યો છે.બીજી તરફ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે મુખ્યમંત્રીની વિનંતી પર, વાયુસેનાએ બચાવ કામગીરી હાથ ધરવા અને આગને કાબૂમાં લેવા માટે લુંગલેઇ અને તેના નજીકના વિસ્તારોમાં બે હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે નુકસાનની વિસ્તૃત વિગતોની રાહ જોવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે લંગલેઇમાં લાગેલી આગને કારણે સૌથી વધુ નુકસાન થયું હતું. રાજ્ય સરકાર આગના કારણની તપાસ કરશે. કાર કે, આગ માનવસર્જિત હોવાનો અંદાજ છે
રાજ્યના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી લાલનુનલતલુંગા અને સેરલુઇ વિધાનસભાના ધારાસભ્ય રવિવારે લુંગલેઇ સ્થિતિનું નિરિક્ષણ કરવા પહોંચ્યા છે. લુંગલેઇ ઉપરાંત, સર્છિપ, લ્વાંગતલાઇ અને હન્નાતાલાઈ જિલ્લામાં આગને કારણે સૌથી વધુ નુકસાન થયું છે. આગને કાબૂમાં લેવા અસમ રાઇફલ્સ અને બીએસએફના જવાનો પણ ફાયર ફાઇટર્સને મદદ કરી રહ્યા છે.
સાહિનઃ-