1. Home
  2. ગુજરાતી
  3. G 20 પ્રવાસન મંત્રીઓની બેઠકમાં પીએમ મોદીનો વીડિયો સંદેશ – “આતંકવાદ વિભાજિત કરે છે જ્યારે પર્યટન એક કરે છે”
G 20 પ્રવાસન મંત્રીઓની બેઠકમાં પીએમ મોદીનો વીડિયો સંદેશ – “આતંકવાદ વિભાજિત કરે છે જ્યારે પર્યટન એક કરે છે”

G 20 પ્રવાસન મંત્રીઓની બેઠકમાં પીએમ મોદીનો વીડિયો સંદેશ – “આતંકવાદ વિભાજિત કરે છે જ્યારે પર્યટન એક કરે છે”

0
Social Share
  • ગોવાના પણજી ખાતે યોજાઈ હતીG 20 પ્રવાસન મંત્રીઓની બેઠક
  • પીએમ મોદીએ વીડિયો સંદેશ મોકલ્યો હતો

 ગોવાઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વિતેલા દિવસને બુધવારે ગોવાના પણજી ખાતે    જી-20 પ્રવાસન મંત્રી સ્તરની બેઠકનો આરંભ થયો ગતો આ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં પીએમ મોદીનો વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  ગોવાની રાજધાની પણજીમાં પીએમ મોજીએ પોતાના વીડિયા સંદેશમાં  કહ્યું કે, “કહેવાય છે કે આતંકવાદ વિભાજિત થાય છે, પરંતુ પ્રવાસન એક કરે છે. પ્રવાસન જીવનના તમામ ક્ષેત્રના લોકોને જોડવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી એક સુમેળભર્યો સમાજ નિર્માણ થાય છે. પર્યટન એક સુમેળભર્યા સમાજનું નિર્માણ કરવામાં મદદ કરે છે.

ગઈકાલે યોજાયેલી આ બે દિવસીય મંત્રી સ્તરીય બેઠકમાં મહેમાન દેશો સહિત G-20 દેશોના પ્રવાસન મંત્રીઓ અને પ્રતિનિધિઓ એ આવી રહ્યા છે અને ભાગ લઈ રહ્યા છે. ગોવામાં આયોજીત આ કાર્યક્રમમાં ટોચની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને યુએસએ, યુકે, સ્પેન, દક્ષિણ આફ્રિકા, રશિયા, મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, ઓમાન, નેધરલેન્ડ, બાંગ્લાદેશ જેવા દેશોના લગભગ 130 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ સાથે જ પીએમ મોદીએ વીડિયો સંદેશમાં  વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બેઠકમાં વિચાર વિમર્શ, ગોવા રોડમેપ “પર્યટનની પરિવર્તનકારી શક્તિને સાકાર કરવા માટેના સામૂહિક પ્રયાસોને  વધારશે, ગોવા રોડમેપ અને કાર્ય યોજના અને મંત્રી સ્તરીય બેઠકનું પરિણામ જી 2- બેઠકના અંતમાં રજૂ કરવું જોઈએ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code