
દિલ્હીઃ ઈસરો દ્રારા આજે સવારે ગગનયાન મિશનનું પ્રથમ પરિક્ષણ હાથ ઘરવાનુંવહચું જો કે હવે આ પરિક્ષણ ટેકનિકલ ખામીના કારણે આજરોજ માટે અટકાવવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શ્રીહરિકોટામાં ગગનયાન મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ મુલતવી રાખ્યું છે.
ઈસરો દ્રારા ચંદ્રયાન-3 મિશનની સફળતા અને આદિત્ય L-1ના પ્રક્ષેપણ પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાના ભારતના મહત્વાકાંક્ષી મિશન ગગનયાન મિશન તરફ પગલાં ભરી રહી છે. દરમિયાન, મિશનનું પરીક્ષણ વાહન આજે લોન્ચ થવાનું હતું, જે ટેકનિકલ કારણોસર મોકૂફ રાખવામાં આવ્યું છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન હેઠળ પ્રથમ માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ તકનીકી કારણોસર અટકાવવામાં આવ્યું છે. હાલમાં, તેના કારણ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી નથી.
ઈસરોના વડા એસ સોમનાથે ગગનયાનના પ્રથમ ઉડાન પરીક્ષણને મોકૂફ રાખવા અંગે માહિતી આપતા કહ્યું કે, ‘શું ખોટું થયું છે તે અમે શોધી કાઢીશું, અમે જલ્દી પાછા આવીશું.’આ જાહેરાત પછી તરત જ, સતીશ ધવન સ્પેસ સેન્ટરના મોનિટર પર પ્રદર્શિત કાઉન્ટડાઉન ઘડિયાળ દૂર કરવામાં આવી હતી. શુક્રવારે સાંજે 7 વાગ્યાથી 13 કલાકનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ અવકાશયાન મિશનનો હેતુ ગગનયાન મિશન હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત કરવા માટે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ રેસ્ક્યૂ સિસ્ટમના સલામતી પરિમાણોનો અભ્યાસ કરવાનો છે.
ભવિષ્યના માનવસહિત અવકાશ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને અવકાશયાત્રીઓની સલામતીનું પરીક્ષણ કરવા ISRO આજે માનવરહિત ફ્લાઇટનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. ISRO એ પ્રથમ પરીક્ષણ વાહન એબોર્ટ મિશન-1 (TV-D 1) દ્વારા ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવાનું હતું.