1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશઃ લખનૌ પોલીસ હેડક્વાર્ટરમાં યોજાશે 56મી DGP કોન્ફરન્સ
ઉત્તરપ્રદેશઃ લખનૌ પોલીસ હેડક્વાર્ટરમાં યોજાશે 56મી DGP કોન્ફરન્સ

ઉત્તરપ્રદેશઃ લખનૌ પોલીસ હેડક્વાર્ટરમાં યોજાશે 56મી DGP કોન્ફરન્સ

0
Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે પોલીસ હેડક્વોર્ટરમાં આગામી 20 અને 21મી નવેમ્બરના રોજ ડીજીપી કોન્સફરન્સ યોજાશે. આ કોન્સફરન્સમાં દેશના તમામ રાજ્યોના પોલીસ વડાઓ ભાગ લેશે એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની બે દિવસીય 56મી કોન્ફરન્સમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ અને કેન્દ્રીય પોલીસ સંગઠનો ઉપસ્થિત રહેશે. આઈબી/એસઆઈબી હેડક્વાર્ટર ખાતે 37 જુદા જુદા સ્થળોએથી વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમ, ડેટા ગવર્નન્સ, કાઉન્ટર ટેરરિઝમના પડકારો, ડાબેરી ઉગ્રવાદ, નાર્કોટીક્સની હેરફેરમાં ઉભરતા વલણો, જેલ સુધારણા સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ટોચના પોલીસ અધિકારીઓને મુખ્ય મુદ્દાઓ અને દેશને અસર કરતા આંતરિક સુરક્ષા મુદ્દાઓ પર વડાપ્રધાન સીધા જ સંપર્ક કરવાની તક પૂરી પાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા ડીજીપી કોન્ફરન્સ પાટનગર દિલ્હમાં યોજાતી હતી. જો કે, વર્ષ 2014થી દેશના અન્ય રાજ્યોમાં તેનું આયોજન કરવામાં આવે છે. 2014માં ગુવાહાટી, 2015માં કચ્છનું રણ, 2016માં નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ, 2017માં બીએસએફ એકેડમી, ટેકનપુર; 2018માં કેવડિયા અને આઈઆઈએસઈઆર, 2019 માં પૂણે ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code