1. Home
  2. ગુજરાતી
  3. આજથી 37 વર્ષ પહેલા બની હતી ભોપાલ દુર્ઘટના,હજારો લોકોના થયા હતા મોત
આજથી 37 વર્ષ પહેલા બની હતી ભોપાલ દુર્ઘટના,હજારો લોકોના થયા હતા મોત

આજથી 37 વર્ષ પહેલા બની હતી ભોપાલ દુર્ઘટના,હજારો લોકોના થયા હતા મોત

0
Social Share
  • ભોપાલ દુર્ઘટનાને 37 વર્ષ પૂર્ણ
  • હજારો લોકોના થયા હતા મોત
  • ઝેરી ગેસના કારણે ગયા હતા જીવ

ગ્વાલિયર :ભોપાલ દુર્ઘટના એ ભારત દેશના ઈતિહાસમાં એવી રીતે લખાઈ ગઈ છે જેને આવનારા અનેક વર્ષો સુધી લોકો ભૂલી શકશે નહી. આ ઘટનામાં થયું એવું હતું કે,2 અને 3 ડિસેમ્બર, 1984ની વચ્ચેની રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઈડના જંતુનાશક પ્લાન્ટમાંથી ઝેરી ગેસ મિથાઈલ આઈસોસાયનેટના લીકેજથી ત્રણ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને 1.02 લાખ અન્ય લોકોને અસર થઈ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર ભોપાલ ગેસ પીડક સંઘર્ષ સહયોગ સમિતિ (BGPSSS) ના સહ-સંયોજક, જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે 14-15 ફેબ્રુઆરી, 1989ના રોજ 705 કરોડ રૂપિયાની રકમ આ આધાર પર પતાવટ કરી હતી કે માત્ર 3000 પીડિતો મૃત્યુ પામ્યા હતા અને અન્ય 102,000 લોકોએ વિવિધ પ્રકારની અસ્વસ્થતાના પરિણામો ભોગવ્યા. તે દરેક ગેસ પીડિતોને આપવામાં આવેલી સહાય રકમ ફાળવવામાં આવેલી રકમના પાંચમા ભાગ કરતાં ઓછી છે જે એક ઠગાઈ છે.”

7 જૂન, 2010ના રોજ, સ્થાનિક કોર્ટે યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિમિટેડના સાત અધિકારીઓને આ ઘટનાના સંબંધમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તત્કાલિન યુસીસી પ્રમુખ વોરેન એન્ડરસન આ કેસમાં મુખ્ય આરોપી હતો પરંતુ ટ્રાયલ માટે હાજર થયો ન હતો અને 1 ફેબ્રુઆરી, 1992ના રોજ ભોપાલ સીજેએમ કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યો હતો. વર્ષ 2014માં તેમનું અમેરિકામાં અવસાન થયું હતું.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code