
- કોરોના બાદ પ્રવાસન સ્થળો ધમધમી ઉઠ્યા
- હોટલ બૂકિંગમાં પણ વધારો નોંધાયો
દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારી બાદ દરેક પર્યટન પ્રવાસન સ્થળો ફીકા પડ્યો હતા જો કે જેવો કોરોના હળવો થતો ગયો ઘીમે ઘીમે પર્યટકો ઘરની બહાર નીકળવા લાગ્યા અને અનેક જાણીતા પર્યટન સ્થળો ફરીથી પ્રસાવીઓથી ધમનધમી ઉઠ્યા, હોટલ બિઝનેસ જેમાં મંદિ હતી તે પણ ફરીથી ધમધમીને બુકિંગ થવા લાગી.
ખાસ કરીને લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પૂર્વોત્તર અને કાશ્મીર પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ છે. તે જ સમયે, વિદેશમાં લોકો પેરિસ, સ્વિટ્ઝરલેન્ડ, થાઈલેન્ડ, સિંગાપોર, બાલી, દુબઈ અને મોરેશિયસ જવાનું પસંદ કરી રહ્યા છે.
ઓનલાઈન ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર કંપની ‘યાત્રા’ એ આ બાબતે સોમવારે કહ્યું કે તેણે પ્રી-કોવિડના 90 ટકા હોટેલ બુકિંગનું સ્તર હાંસલ કર્યું છે. મહામારીના નિયંત્રણો હળવા થવાથી અને બે વર્ષ પછી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થવા સાથે, મુસાફરીની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે.
આ સાથે જ બીજી તરફ, ICRAએ એપ્રિલ 2022માં સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિકમાં સારી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં પણ પ્રોત્સાહક વધારો થયો છે.‘યાત્રા’એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિબંધોમાં છૂટછાટ અને ઉનાળામાં મુસાફરીની મોસમની શરૂઆત સાથે, લોકોનો પ્રવાસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત થયો છે. કંપનીએ કહ્યું કે બે ઉનાળાની ઋતુ લોકડાઉનમાં ચાલી ગઈ છે, તેથી 2022નો ઉનાળો પ્રથમ સિઝન હશે જ્યારે લોકો કોઈપણ પ્રતિબંધ અથવા આશંકા વિના મુસાફરી કરી શકશે.
હોટલ બૂકિંગમાં તેજી આવી
કંપનીએ જણાવ્યું હતું કે 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થવાથી અને પેસેન્જરનો વિશ્વાસ વધવાથી સ્થાનિક એર ફ્લાઇટ્સ સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બુકિંગમાં મોટો ઉછાળો આવ્યો છે. યાત્રાએ કહ્યું કે લોકો આવાસ માટે વિવિધ વિકલ્પો અજમાવી રહ્યા છે, આ ઉનાળામાં 80 ટકા બુકિંગ હોટલ માટે અને 20 ટકા અન્ય વૈકલ્પિક સ્થળો જેવા કે વિલા, કોટેજ અને હોમસ્ટે માટે હતા.