1. Home
  2. ગુજરાતી
  3. સ્માર્ટફોનથી બાળકોના IQ સ્તરને થાય છે અસરઃ એક અભ્યાસમાં કરાયો દાવો
સ્માર્ટફોનથી બાળકોના IQ સ્તરને થાય છે અસરઃ એક અભ્યાસમાં કરાયો દાવો

સ્માર્ટફોનથી બાળકોના IQ સ્તરને થાય છે અસરઃ એક અભ્યાસમાં કરાયો દાવો

0
Social Share
  • અધુરા માસે જન્મેલા બાળકોને વધારે થાય છે અસર
  • બાળકો ધ્યાન કેન્દ્રીય કરી શકતા નથી

દિલ્હીઃ કોરોના કાળમાં હાલ મોટાભાગના દેશોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પુરુ પાડવામાં આવે છે. જો કે, આ આધુનિક ઉપકરણોને કારણે બાળકોન  આઈક્યુ સ્તરને ગંભીર અસર થતી હોવાનો એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. તેમજ અભ્યાસમાં દાવો કરાયો છે કે, આ બાળકો ધ્યાન કેન્દ્રીત કરવામાં અસમર્થ બનવાની શકયતા છે.

અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમયથી વહેલા જન્મેલા બાળકો પર તે વધુ નુકશાનકારક સાબિત થાય છે.
6 અને 7 વર્ષની વયના એ બાળકો દિવસમાં બે કલાકથી વધુ સમય મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર વિતાવતા હોય તો તેમનો આઈકયુ સ્તર ઓછો થઈ શકે છે. તેમજ તેમનામાં આવેગ નિયંત્રણ, ધ્યાન અને સમસ્યા સમાધાન કૌશલમાં ઘટાડો થવાની શકયતા છે. એટલું જ નહીં તેઓ ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. અધ્યતન એનઆઈએચનાં યુનિસ કેનેડી ક્રાઈવર નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ, નેશનલ હર્ટ, બંગ એન્ડ બ્લડ ઈન્સ્ટીટયુટ અને નેશનલ સેન્ટર ફોર એડવાન્સ ટ્રાન્સલેશન સાયન્સીઝે અભ્યાસ કર્યો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે અધુરા માસે જન્મ લેનાર બાળકો અને તેના પરિવારો સાથે સ્ક્રીન સમયની સંભવીત અસરો પર ચર્ચા કરવી જરૂરી છે.

સંશોધક બેટ્ટી આર.વોહરે જણાવ્યું હતું કે વધુ સમય સુધી સ્ક્રીન ટાઈમ, સામાન્ય જ્ઞાન અને સમય પહેલા (અધુરા માસે) જન્મ લેનાર બાળકોની યાદદાસ્ત માટે નુકશાનકારક બની શકે છે અને આવા બાળકોમાં વ્યવહાર સંબંધી
સમસ્યાઓ વધી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code